J&K: કાઝીગુંડમાં આર્મીના કાફલા પર આતંકી હુમલો, હેવી ફાયરિંગમાં એક જવાન ઘાયલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના કાઝીગુંડમાં સેનાના કાફલા પર આતંકી હુમલો થયો છે. આર્મીના જવાનો અને આતંકીઓ વચ્ચે હેવી ફાયરિંગ થઈ રહ્યું છે. આ ગોળીબારમાં એક જવાન ઘાયલ થયો છે. ઘાયલ જવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ખતરાથી બહાર હોવાનું જણાવાયું છે. તો બીજી બાજુ આતંકીને ખદેડવા સેનાના જવાનોએ પણ મોર્ચો સંભાળી લીધો છે. તો બીજી તરફ સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે થતી અથડામણને લઈને જમ્મુ નેશનલ હાઈવેને બંધ કરવામાં આવ્યો છે. પરિણામે કેટલાંક મુસાફરો અને પ્રવાસીઓ ફંસાય ગયા છે. આ અથડામણમાં બે આંતકીઓ ઠાર થયાં છે. 

 

પોલીસ સ્ટેશનને બનાવ્યાં હતા નિશાન

 

- જમ્મુ કાશ્મીરના બારામુલામાં પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલાના 24 કલાકમાં જ રવિવારે આતંકીઓએ હંદવાડામાં પણ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. જો કે તેમાં કોઈ જાનહાની થઈ ન હતી.

- રવિવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ આતંકીઓએ હંદવાડાની નજીક કરાલગુંડમાં પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ ફેંક્યો હતો, જે પોલીસ સ્ટેશનની બહારની દિવાલ સાથે ટકરાઈને ફુટ્યો હતો.

- હુમલા પછી સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી આતંકીઓને પકડવા સઘન તપાસ અભિયાન શરૂ કર્યું હતું.

- શનિવારે રાત્રે પણ આતંકીઓએ બારામુલામાં પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...