ચંદીગઢ પછી મુંબઈમાં પણ મહિલા સાથે છેડતી, ઘર સુધી કર્યો પીછો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: ચંદીગઢ પછી હવે મુંબઈમાં એક ફેશન ડિઝાઇનરની ગાડીનો પીછો કરવાનો અને તેને હેરાન કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે મહિલાની ફરિયાદ પછી આરોપી માણસની ધરપકડ કરી છે.
 
મહિલાએ ફેસબુક પર લખી પોતાની કથની
 
- મામલાની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસના ઇન્સ્પેક્ટર ભરત અંબોલોએ જણાવ્યું કે મુંબઈની ફેશન ડિઝાઇનર અદિતિ નાગપાલ પોતાના બાળકો સાથે રાતે લગભગ બે વાહે મુંબઈની વીરા દેસાઇના ઘરેથી પોતાના ઘરે લોખંડવાલા જઇ રહી હતી. ત્યારે જ એક વ્યક્તિ તેમની ગાડીનો પીછો કરવા લાગ્યો.
- તે વારંવાર તેમની ગાડીની નજીક આવતો અને તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જેમતેમ કરીને તે પોતાની ગાડી અને બાળકોને લઇને ઘરે પહોંચી.
- હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે આરોપી અદિતિનો પીછો કરતા તેના ઘર સુધી પહોંચી ગયા.
- આ ઘટનાથી તે એટલી બધી ડરી ગઇ કે તે એક દિવસ સુધી મામલાની ફરિયાદ કરવા માટે પોલીસ-સ્ટેશન ન જઇ શકી.
- તેમણે આ ઘટનાની તમામ વિગતો તેમના ફેસબુક પેજ પર લખી અને પોતાના ફ્રેન્ડ્સની મદદથી અંબોલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
 
પોલીસે આરોપીને કર્યો અરેસ્ટ
 
- પોલીસે અદિતિની ફરિયાદ પર 36 વર્ષીય આરોપી નિતેશકુમાર શર્મા વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે.
- મલાડમાં રહેતો નિતેશ એક આઇટી પ્રોફેશનલ છે. મામલો સામે આવ્યા પછી અંબોલી પોલીસ તરત જ એક્શનમાં આવી અને સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીને મંગળવારે પકડી લેવામાં આવ્યો છે. પોલીસે તેની ગાડીને પણ જપ્ત કરી લીધી છે.
અન્ય સમાચારો પણ છે...