૨૫ રાજ્યના ક્રિકેટ બોર્ડની IT તપાસ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આ એસોસિએશનો વેરામાફીને પાત્ર છે કે કેમ તેની તપાસ કરશે, છેલ્લાં પાંચ વર્ષના રેકોંર્ડ મંગાવ્યા: ‘જેન્ટલમેન્સ ગેમ’ ક્રિકેટના પ્રોત્સાહન માટે રચાયેલા આ એસોસિએશનોએ કોર્પોરેટ કંપની કે હાઉસનું રૂપ લઈ લીધું છેઆવકવેરા વિભાગ(આઇટી) દેશના ૨૫ કરતાં વધુ રાજ્ય ક્રિકેટ એસોસિએશનની નાણાકીય બાબતો અને કરવેરા રેકોર્ડની ચકાસણી શરૂ કરી દીધી છે. આ એસોસિએશનો તેઓની આવક પર વેરામાફીને લાયક છે કે કેમ? તેના પુરાવાની તપાસ આઇટી વિભાગ કરશે. દિલ્હીની એક વિશેષ તપાસ એકમને આ કામગીરી સોંપનારા આઇટી વિભાગના ધ્યાન પર આવ્યું છે કે ‘જેન્ટલમેન્સ ગેમ’ની નામના મેળવનારા ક્રિકેટને પ્રોત્સાહન આપવામાં વ્યસ્ત એવા કેટલાંક ક્રિકેટ એસોસિએશનોની વ્યાખ્યા અને રૂપરેખા છેલ્લાં પાંચ વર્ષમાં બદલાઈ ગઈ છે અને તેણે એક સંગિઠત કોર્પોરેટ કંપની કે હાઉસ જેવો આકાર ધારણ કર્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સંસ્થા કે મંડળની ભૂમિકામાં આવું પરિવર્તન સંપૂર્ણપણે કાયદેસર છે અને એસોસિએશનના સારા સંચાલન માટે આવું પરિવર્તન કરી શકાય. જ્યારે જેને વેરામાફી અપાઈ રહી છે તેવા ચેરિટેબલ હેતુસરના આ એસોસિએશનોની પ્રવૃત્તિઓ અને ખાતાઓની ચકાસણી કરવાનો આદેશ આઇટી વિભાગે આપ્યો છે. આઇટી વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા કેસોમાં, આવકવેરા વિભાગને માહિતી જ નથી કે ક્રિકેટ એસોસિએશનોએ તેમનું માળખું બદલી નાંખ્યું છે. કેટલાકે તો ‘પ્રાઇવેટ લિમિટેડ’ તરીકે નોંધણી કરાવી છે. આથી, આ એસોસિએશનોનાં છેલ્લાં પાંચ વર્ષના ટેક્સ રીટન્ર્સ અને અન્ય નાણાકીય બાબતોની ચકાસણી અતિ આવશ્યક બની ગઈ છે. વિભાગે દસ્તાવેજો અને નાણાકીય સ્ટેટમેન્ટ્સ પૂરા પાડવા માટે કેટલાંક ક્રિકેટ બોર્ડને નોટિસ જારી કરવાનો આરંભ કર્યો છે.- વેરામુક્તિ કેમ મળે છેક્રિકેટ સંઘ કંપની એક્ટ ૧૯૫૬ની કલમ-૨૫ હેઠળ નોંધાયેલું છે. તેને આવકવેરા એક્ટની કમલ-૧૧ હેઠળ કરવેરામાંથી મુક્તિ અપાય છે. વાણિજ્ય, કલા,વિજ્ઞાન, ધર્મ, પરોપકાર અથવા કોઇ અન્ય ઉપયોગી હેતુઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ માટે ચાલતી લાભકારી સંસ્થાઓને આ વેરામુક્તિ મળે છે. - બીસીસીઆઈ પાસેથી ૩૭૨ કરોડની વસૂલાત બાકીદુનિયાની સૌથી ધનાઢÛ ક્રિકેટ સંસ્થા બીસીસીઆઈ પાસેથી લગભગ ૩૭૨ કરોડ રૂપિયાની વસૂલાત બાકી છે. આવકવેરા વિભાગે સંસ્થાની ૨૦૦૯-૧૦ની આવકના મૂલ્યાંકન આધારે ૪૧૩ કરોડ રૂપિયા ટેક્સ ભરવા માગણી કરી હતી. જોકે, બીસીસીઆઈએ તે રકમમાંથી ૪૧ કરોેડ રૂપિયા ભર્યા છે.