તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈસરોએ ઈનસેટ-3ડીઆર લોન્ચ કર્યો, હવામાનની સચોટ જાણકારી મળશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રીહરિકોટા: ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ ગુરુવારે અત્યાધુનિક હવામાન ઉપગ્રહ ‘ઈન્સેટ-3ડીઆર’ સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા લોન્ચિંગ સ્થળથી સ્વદેશમાં બનેલા નવીનતમ રોકેટ જીએસએલવી-એફ50ની મદદથી આ ઉપગ્રહને અંતરિક્ષમાં છોડવામાં આવ્યો હતો. નિર્ધારિત સમય કરતાં 40 મિનિટ મોડા 4.50 વાગે તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તેનું વજન 2211 કિલો છે. ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ માટે આ મોટી સિદ્ધિ છે કારણ કે ભારતમાં બનેલા ક્રાયોજેનિક એન્જિનથી તેને છોડવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં હવામાનનો સૌથી બહેતર ઉપગ્રહ
- હાલમાં ભારત પાસે કલ્પના-1, ઈનસેટ -3એ અને ઈનસેટ-3ડી હવામાન માટેના ઉપગ્રહ છે. ઈનસેટ-3ડીઆર ત્રણેયથી આગળ છે.
- તેમાં બહેતર ઈમેજિંગ સિસ્ટમ અને એટમોસ્ફિયર સાઉન્ડર છે. તેનાથી હવામાનની પેટર્ન વધુ સારી રીતે સમજી શકાશે.
- સેટેલાઈટ સાથે લાગેલું ઈમેર 36000 કિમીની ઊંચાઈએથી દર 26 મિનિટે પૃથ્વીની તસવીર ખેંચશે.
- રેડિયેશન, દરિયાની સપાટીનું તાપમાન, બરફની સપાટી, ધુમ્મસની માહિતી આપશે.
- જમીનથી 70 કિમી ઊંચે સુધી 40 સ્તરો પર વાયુમંડળનું તાપમાન અને 15 કિમીની ઊંચાઈથી 21 સ્તરો પર ભેજનું સ્તર સચોટ રીતે માપી શકશે.
- ભારતીય હવામાન ખાતાની વિદેશી એજન્સીઓ પર નિર્ભરતા ઘટશે.
- આપત્તિ સમયે લોકોને શોધીને બચાવવામાં મદદ મળશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો