ઇશરત એન્કાઉન્ટર કેસની એક ફાઇલ મળી બે હજુ પણ લાપતા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ ઈશરત જહાં મુદ્દે ગૃહમંત્રાલયની એક સભ્યની સમિતિના જણાવ્યા મુજબ આ કેસ સાથે સંકળાયેલા દસ્તાવેજ ભૂતપૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમના કાર્યકાળમાં જ ગાયબ થઈ ગયા હતા. ગૃહમંત્રાલયના જણાવ્યા મુજબ જે ત્રણ દસ્તાવેજ ગાયબ થયા હતા, તેમાંથી એક મળી ગયો છે. તેને તત્કાલીન ગૃહ સચિવ જી. કે. પીલ્લાઈએ તત્કાલીન એટર્ની જનરલ ગુલામ વહાણવટીને મોકલ્યા હતા. ગૃહમંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, આ દસ્તાવેજ પણ કમ્પ્યૂટરની હાર્ડ ડિસ્કમાં મળ્યા છે. બાકી કશું જ મળ્યું નથી.
આ મુદ્દે તત્કાલીન ગૃહમત્રી ચિદમ્બરમ પર આરોપ મૂક્યો છે કે તેમણે એનઆઈએનો દુરુપયોગ કર્યો અને બળજબરીપૂર્વક એફિડેવિટ બદલાવી તથા તે દસ્તાવેજો હટાવી લીધા, જેમાં એનઆઈએએ ઈશરતને લશ્કર-એ-તોઈબા સાથે સંકળાયેલી ગણાવી હતી. સમિતિએ તેના રિપોર્ટમાં લખ્યું છે કે તે બધા જ દસ્તાવેજ 18 સપ્ટેમ્બર 2009થી લઈને 28 સપ્ટેમ્બર 2009 વચ્ચે જ ગાયબ થયા.

સમિતિએ એવું આકલન કાઢ્યું છે કે આ બધા જ દસ્તાવેજો ઈરાદાપૂર્વક અથવા અજાણતામાં ખોટી રીતે ગુમ કરી દેવાયા છે. દરમિયાન સમિતિએ આ મુદ્દે 52 પાનાનો રિપોર્ટ આપ્યો છે અને તેણે ગૃહમંત્રાલયે તેના 11 અધિકારીઓની પૂછપરછ કરીને ગુમ થયેલા દસ્તાવેજો શોધ‌વા અનેક જગ્યાઓ પર તપાસ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...