દિલ્હીમાં ઇશરતના પરિવારની પ્રેસ કોન્ફરન્સમાં હોબાળો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કુટુંબનો દાવો: ઇશરત નિર્દોષ, જાવેદને નોકરીના સંદર્ભમાં મળી હતી

ગુજરાતમાં બનાવટી એન્કાઉન્ટરમાં મોતને ભેટેલી મુંબઇની વિદ્યાર્થિની ઇશરત જહાંના કુટુંબે દાવાપૂર્વક જણાવ્યું છે કે ઇશરત સદંતર નિર્દોષ છે.તેને ત્રાસવાદ સાથે કોઇ સંબંધ નહોતો.તે પહેલાં પ્રેસ કોન્ફરન્સ રોકવા હિન્દુ સંગઠનોના કાર્યકરોએ હોબાળો કર્યો હતો.

‘જસ્ટિસ ફોર ઇશરત જહાં’ના ફેનની પત્રકાર પરિષદમાં ઇશરતની નાની બહેન મુશર્રતે કહ્યું કે તેમના પિતાનું વર્ષ ૨૦૦૨માં મૃત્યુ થયું હતું.કુટુંબની જવાબદારી ઇશરતના ખભે હતી.૨૦૦૪માં બનાવટી એન્કાઉન્ટ વખતે બીએસસી બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. નોકરી માટે ઇશરત અત્તરના વેપારી જાવેદ શેખને બે વાર મળી હતી. ત્રીજી વાર મળવા તો ગઇ પરંતુ જીવતી પાછી નહોતી ફરી.જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લઇ પણ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.