તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇશરત મુદ્દો સંસદીય સમિતિમાં પણ ઉછળ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇશરત એન્કાઉન્ટર કેસમાં આઇબીના અધિકારી રાજેન્દ્રકુમારની ભૂમિકાનો મુદ્દો મંગળવારે સંસદીય સમિતિની બેઠકમાં પણ ઉછળ્યો હતો. ભાજપના સભ્યોએ દાવો કર્યો હતો કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા તમામ ચારેય લશ્કર-એ-તોઈબાના ત્રાસવાદીઓ જ હતા.

ગૃહ મંત્રાલયની પરામર્શ સમિતિની બેઠકને સંબોધન કરતા ભાજપના નેતાઓ વિનય કટિયાર અને યોગી આદિત્યનાથે કહ્યું કે આઈબીના સ્પેશિયલ ડિરેક્ટર રાજેન્દ્રકુમારને ટારગેટ બનાવવાથી રાષ્ટ્ર-વિરોધી તત્વો સામે લડી રહેલા ગુપ્તચર અધિકારીઓના નૈતિક મનોબળ પર વિપરીત અસર થશે.

તેમણે કહ્યું કે ઈશરત ત્રાસવાદી હતી અને તેનું નામ લશ્કર-એ-તોઈબાની વેબસાઈટ પર પણ મૂકવામાં આવ્યું હતું અને એન્કાઉન્ટર થયું ત્યારે તે બે પાકિસ્તાની ત્રાસવાદીઓ સાથે હતી. આદિત્યનાથ, કટિયાર, સમાજવાદી પક્ષના સાંસદ રામગોપાલ યાદવ અને અન્ય સાંસદોએ કહ્યું હતું કે માનવ અધિકારવાદી કાર્યકરો ત્રાસવાદી કૃત્યો અને ત્રાસવાદીઓના મુદ્દા ઉછાળી રહ્યા છે.