તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઇરલ થઇ આ IPSની FB પોસ્ટ, આ કારણોથી ચર્ચામાં છે આ ઓફિસર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભોપાલ: AIADMKના જનરસ સેક્રેટરી શશિકલાએ જેલમાં વીઆઈપી ટ્રીટમેન્ટ મેળવવા માટે 1 કરોડની લાંચ આપી છે. તેનો ખુલાસો ડીઆઈજી પ્રિજન ડી રૂપાએ તેમના રિપોર્ટમાં કર્યો છે. શશિકલાના આ પરાક્રમનો ખુલાસો કરનારી ડી રૂપાએ મધ્યપ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીને અરેસ્ટ કરીને ચર્ચામાં આવી હતી. 
 
કોણ છે રૂપા
 
- ડી. રૂપા કર્નાટક કેડરથી 2000 બેચની આઈપીએસ ઓફિસર છે. તેમણે UPSC પરીક્ષામાં 43મું સ્થાન મેળવ્યું હતું.
- 2016માં તેમને પ્રેસિડેન્ટ પોલિસ મેડલથી સન્માનિત કરવામાં આવી હતી. 
- રૂપા શાર્પ શૂટર પણ છે, તેમને નેશનલ પોલિસ એકેડમીમાં ઘણા એવોર્ડ પણ મળ્યા છે.
 
વાયરલ થઈ હતી પોસ્ટ 
 
- થોડા સમય પહેલા રૂપાની એક પોસ્ટ વાયરલ થઈ હતી, જેમાં મૈસૂરના સાંસદ પ્રતાપ સિન્હા પર આરોપ મુકવામાં આવ્યો હતો કે નેતાઓ તેમની પસંદ મુજબ ઓફિસરોની પોસ્ટિંગ કરે છે. તેના લીધે રાજ્યના પ્રશાસનિક અધિકારીઓને તેમના અનુરૂપ પદ નથી મળી રહ્યું. આ પોસ્ટ ફેસબુકમાંથી હટાવવામાં આવી હતી. 
- ફેસબુકથી પોસ્ટ હટાવ્યા પછી તેમણે લખ્યું કે આ વિચિત્ર છે. પ્રતાપ સિંહના વિચારોનો વિરોધ કરીને મે જે પોસ્ટ કરી હતી તે ગાયબ થઈ ચુકી છે, જે સારી વાત નથી.
 
ટ્રે઼ંડ ડાંસર પણ છે રૂપા
 
- પર્સનલ લાઈફમાં રૂપા કળા પ્રેમી પણ છે. તે ભરતનાટ્યમ ડાંસર છે. 
- તેના સિવાય તે ક્લાસિકલ મ્યુઝિકમાં પણ માહિર છે. તેણે સાઇન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. 
- 17 વર્ષના પોલિસ કરિયરમાં તે અડગ અને યાદગિર જિલ્લામાં એસપી રહી ચુકી છે. 
- તેમને કર્ણાટક કેડરના આઇએએસ ઓફિસર મુનીશ મોઉદગિલ સાથે લગ્ન કર્યા છે. 
 
મુખ્યમંત્રીના કાફલાથી હટાવી લીધી હતી ગાડી
 
રૂપા તેમના દંબગ કાર્યો માટે જાણીતી છે. તેમણે વીઆઈપી અને નેતાઓની સુરક્ષામાં બિનજરૂરી પોલિસ કર્મીઓને હટાવી દીધા હતા. તેમણે મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાના કાફલાથી બિન પરમિટ ચાલી રહેલા પોલિસ વાહનોને પણ હટાવવાનો આદેશ આપ્યો હતો.
 
આગળ જુઓ સંબંધિત તસવીરો...
અન્ય સમાચારો પણ છે...