મને કામ કર્યા વિના 80 હજાર પગાર નથી જોઇતો : ઠાકુર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સસ્પેન્ડેડ IPS ઠાકુરે મુખ્ય સચિવને પત્ર લખ્યો

લખનઉ: સસ્પેન્ડ કરાયેલા આઈપીએસ અધિકારી અમિતાભ ઠાકુરે યુપી સરકાર સમક્ષ રાવ કરી છે કે તેમને તાકીદે નોકરી પર ચાલુ કરવામાં આવે, કારણ કે કોઇ પણ જાતનું કામ કર્યા વિના ઘેર બેઠા 80 હજારનો પગાર લેવાથી તેમનો આત્મા દુભાયછે.

મુખ્ય સચિવ (ગૃહ)ને પાઠવેલા એક પત્રમાં ઠાકુરે આ વાત રજૂ કરતા તેમની સામે લગાવાયેલ તમામ આરોપોને ફરી એકવાર પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે લખ્યુ હતું કે કાંઇ નહીં કરવા છતાં તેમને પગાર પેટે 81350 રૂપિયા દર મહિને ચૂકવવામાં આવે છે.

આ રકમ તેમના મૂળ પગાર 145477 રૂપિયા કરતી અડધી છે જે તેમને સસ્પેન્ડ કરાયા તેના પહેલાં મળતી હતી. તે ઉપરાંત તેમણે પોતાનો પક્ષ મૂકતા આમ પણ લખ્યું હતું કે કામના પ્રદર્શનના મૂલ્યાંકનમાં તેમને હંમેશા 10માંથી 8-9 રેટિંગ અપાયું છે જે દર્શાવે છે કે સરકાર પણ તેમની ક્ષમતાને સ્વીકારે છે. તેમણે લખ્યું હતું કે એક ક્ષમતાવાન અધિકારી પાસેથી કામ ના લેવું અને તેને કામ વિના પગાર ચૂકવવો બંને બાબતો પબ્લિક વેલફેર વિરુદ્ધ છે. જ્યારે પ્રદીપ શુક્લા અને કમિશનર બી.કે.સિંહ જેવા અધિકારીઓને ફરીવાર કામ પર ચાલુ કરી શકાય છે તો મને કેમ નહીં
અન્ય સમાચારો પણ છે...