• Gujarati News
  • Investigation Of Donation To Provide 'AAP' By Other Country

'આપ’ને મળતા વિદેશી ફંડમાં તપાસ થશે : શિંદે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અરવિંદ કેજરીવાલના પક્ષ આમ આદમી પાર્ટી(આપ)ને મળતાં વિદેશી ફંડિંગને મુદ્દે રાજકીય વિવાદ સર્જા‍યો છે. ગૃહ મંત્રી સુશિલ કુમાર શિંદેએ આપને મળતાં વિદેશી ફંડ અંગે ફરિયાદો મળતાં હવે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. શિંદેએ કહ્યું હતું કે ફંડ ક્યાંથી આવે છે અને કયો દેશ આપને નાણાં પૂરાં પાડી રહ્યો છે તેની તપાસ થશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે કેજરીવાલના પક્ષને અત્યાર સુધીમાં રૂપિયા ૧૯ કરોડનું દાન મળ્યું છે જેમાં ૩૦ ટકા હિ‌સ્સો વિદેશી દાનનો છે. દિલ્હી હાઈકોર્ટ તરફથી મળેલા આદેશને પગલે સરકાર આ તપાસ કરી રહી છે.

શિંદેએ જણાવ્યું હતું કે તપાસમાં સમય લાગશે અને દિલ્હી વિધાનસભાની ૪ ડિસેમ્બરની ચૂંટણી પહેલાં તપાસ પૂરી થવાની શક્યતા નથી. આપનો મુખ્ય ચૂંટણી મુદ્દો ભ્રષ્ટાચાર છે. આ બાબતને ધ્યાનમાં રાખી દિલ્હીના મુખ્ય મંત્રી શીલા દીક્ષિતે રવિવારે કેજરીવાલના પક્ષના વિદેશી ફંડના ર્સોસમાં તપાસની માગણી કરી હતી.

કોંગ્રેસ-ભાજપ સામે પ્રશ્ન

આપના નેતા કેજરીવાલે માગણી કરી છે કે કોંગ્રેસ અને ભાજપને મળતાં ફંડમાં પણ આવી જ તપાસ થવી જોઈએ. કેજરીવાલે પ્રશ્ન કર્યો હતો કે કોંગ્રેસ ચૂંટણી માટે રૂપિયા ૨,૦૦૦ કરોડ ક્યાંથી લાવી તેનો હિ‌સાબ આપે. તેમણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાંઠગાઠનો આરોપ પણ મૂક્યો હતો.