તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાલુને ગુરુ માનતો હતો આ બાહુબલી, ટોલ ભર્યા વગર નીકળ્યો કારનો કાફલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાગલપુર/પટણાઃ આરજેડી નેતા શહાબુદ્દીન 11 વર્ષ બાદ જામીન પર બહાર આવ્યા છે. તેમના બહાર આવતા જ સમર્થકોની ભીડે તેમને ઘેરી લીધા હતા. સ્વાગત માટે 7 વધુ ધારાસભ્ય અને ઘણા નેતાઓ પહોંચ્યા હતા. જેલમાં તેમના સ્વાગત સમયે 1300થી વધુ કારમાં નેતા અને સમર્થકો આવ્યા હતા. જેલથી નીકળ્યા બાદ તેમના કાફલામાં 300થી વધુ કારો હતી. એક ટીવી રિપોર્ટ અનુસાર શહાબુદ્દીનના કાફલાએ વગર ટોલ ટેક્સ ભર્યે 13 કલાકમાં 374 કિ.મી.ની મુસાફરી કરી ભાગલપુરથી સીવાન પહોંચ્યા હતા. આ દરમિયાન શહબુદ્દીને 10 વખત મીડિયા સાથે વાત કરી હતી.
ભાસ્કર સાથે શહાબુદ્દીને કરી વાત, કહ્યું - લાલુ નર્કમાં હશે તો ત્યાં પણ જઈશ

સવાલ - તમારા છૂટવા પર જંગલરાજ પાછુ આવશે ? કહેવાય છે કે લોહી વહેશે, રાજ્યમાં દારુબંધી પર શું કહેશો?
શહાબુદ્દીન - દારુબંધી મામલે જાગૃકતા લાવો. આ કેવો કાયદો છે કે પુત્ર સાથે પિતા પણ જેલ જશે. આને જ અંધ કાયદા તરીકે લોકો ઓળખશે.
સવાલ -લાલુના બાળકો રાજકરણમાં આવી ગયા છે ? શું કેહશો ?
શહાબુદ્દીન -
હું બહાર હતો ત્યારે લાલુજીના બાળકો ઘણા નાના હતા. હવે તેઓ રાજકરણમાં આવ્યા છે તો એ સારી વાત છે. અખબારોમાં તેમના કામ વિશે વાંચી સારુ લાગે છે. લાલુજી મારા નેતા છે. તેઓ નર્કમાં જશે તો પણ તેમની પાછળ-પાછળ જઈશ.
સવાલ - મહાગઠબંધના સીએમ હોવા પર નીતિશને તમે નેતા માનો છો ?
શહાબુદ્દીન -
સહેજ પણ નહીં. વીતિશ અમારા નેતા નથી. તેઓ મહાગઠબંધનના નેતા હોઈ શકે પરંતુ મારા નેતા નહીં. તેઓ પોતાની તાકાત પર 20 બેઠકો પણ લાવી શક્તા નથી. હું નીતિશના નેતૃત્વમાં કામ ન કરી શકું.
સવાલ - આગળની યોજના શું છે ?
શહાબુદ્દીન -
કોણ કહે છે કે હું સક્રિય રાજકરણમાં નથી. જેલમાં રહીને પણ રાજકરણમાં સક્રિય હતો અને રહીશ.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ બિહારના બાહુબલી શહાબુદ્દીન અને તેના કાફલાની તસવીરો........)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો