તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યોગીએ ગોરખનાથ પર રિસર્ચ માટે 19ની ઉંમરમાં છોડ્યું ઘર, 22માં થયા સંન્યાસી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: યોગી આદિત્યનાથ યુપીના આગામી સીએમ બનશે. 44 વર્ષના યોગી રવિવારે રાજ્યના ત્રીજા યંગેસ્ટ (સૌથી યુવા) સીએમ તરીકે શપથ લેશે. યોગીના સીએમ બનવાના સમાચારથી તેમના પાંચૂર, યામકેશ્વર સ્થિત ઘરે ઊજવણીનો માહોલ છે. તેમના પરિવારજનોએ આ સમાચાર અંગે તેમની ખુશી પ્રદર્શિત કરી છે.
 
માત્ર 19 વર્ષની ઉંમરમાં યોગી તેમનું ઘર છોડીને ઉત્તરાખંડથી ગોરખપુર આવી ગયા હતા. ગઢવાલ યુનિવર્સિટીથી ગણિત વિષયમાં બીએસસી કર્યા પછી ગુરુ ગોરખનાથ પર રિસર્ચ કરવાનું શરૂ કર્યું. હિન્દુઓના હકની વાક કરનારા ‘અજય સિંહ’ કેવી રીતે યોગી આદિત્યનાથ બન્યા અને પછી 26 વર્ષની ઉંમરમાં સંસદ સુધી પહોંચ્યા, તેની વાત divyabhaskar.com તમને જણાવી રહ્યું છે.
 
યોગીના સીએમ બનવા પર પરિવારજનોની પ્રતિક્રિયા
 
- યોગી આદિત્યનાથના સીએમ બન્યાની ખુશીમાં તેમના ઘર પાંચૂર, યામકેશ્વરમાં તેમના પરિવારજનો સેલિબ્રેશન કરી રહ્યાં છે. 
- તેમના પિતાએ કહ્યું કે, પહેલેથી જ તેનું લક્ષ્ય લોકોની સેવા કરવાનું હતું. હવે જ્યારે તે સીએમ થઇ ગયો છે તો હું ખરેખર ખૂબ જ ખુશ છું. 
- આદિત્યનાથની બહેને કહ્યું કે ગઇકાલે આદિત્યનાથના સીએમ બનવાના સમાચારની રાહમાં અમે અમારા ટીવી સામે ચોંટીને બેસી રહ્યા હતા. પછીથી અમે આ સારા સમાચારની  ઊજવણી કરી હતી અને ફટાકડા ફોડ્યા હતા. 
 
યોગીના 4 નહીં સાંભળેલા કિસ્સાઓ
 
1. યોગી 22 ની ઉંમરમાં સંન્યાસી બની ગયા
 
- ન્યુઝ એજન્સી પ્રમાણે, આદિત્યનાથનું અસલી નામ અજય સિંહ છે. તેઓ મૂળે પૌડી ગઢવાલના રહેવાસી છે. 5 જૂન, 1974ના રોજ તેમનો જન્મ એક રાજપૂત પરિવારમાં થયો.
- ગઢવાલ યુનિવર્સિટીમાં ગણિત વિષયમાં બીએસસી કર્યા બાદ ગુરુ ગોરખનાથ પર રિસર્ચ કરવા ગોરખપુર આવી ગયા હતા. અહીંયા ગોરખનાથ પીઠના મહંત અવૈદ્યનાથની નજર અજય સિંહ પર પડી.
- મહંતજીની સાથે રહીને ધીરે-ધીરે યોગીનો ઝુકાવ અધ્યાત્મ તરફ આગળ વધવા લાગ્યા. માત્ર 22 વર્ષની ઉંમરમાં સાંસારિક જીવન ત્યાગીને સંન્યાસ લઇ લીધો. જેના પછી તેમને નવું નામ યોગી આદિત્યનાથ મળ્યું.
 
2. BSc કરતી વખતે ABVP સાથે જોડાઇ ગયા હતા
 
- મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ગઢવાલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરતી વખતે જ તેઓ સંઘની સ્ટુડન્ટ વિંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે જોડાઇ ગયા હતા. સ્ટુડન્ટ્સ ગ્રુપમાં તેમનો સારો એવો દબદબો પણ રહેતો હતો.
- અવૈદ્યનાથ યોગીના સ્પિરિચ્યુઅલ ફાધર હતા. તેમના પછી યોગી મઠના મહંત બન્યા. 1998માં 26 વર્ષની ઉંમરમાં ગોરખપુર બેઠક પરથી પહેલીવાર સાંસદ બન્યા. 12મી લોકસભામાં યંગેસ્ટ મેમ્બર તરીકે ચૂંટાયા હતા. આ જ બેઠક પરથી સતત 5 વખતથી સાંસદ છે. યોગી આદિત્યનાથ હિન્દુ મહાસભાના પ્રેસિડેન્ટ પણ છે.
- ઉલ્લેખનીય છે કે યોગીએ 2002માં હિન્દુ યુવા વાહિની દ્વારા ધર્મપરિવર્તનના વિરુદ્ધ આંદોલન છેડ્યું હતું. 2007માં ગોરખપુરમાં થયેલા તોફાનોમાં આરોપી હતા અને તેમની ધરપકડ પણ થઇ હતી.
 
3. જ્યારે સંસદમાં હૈયાફાટ રડ્યા હતા યોગી
 
- યોગી એક વાર લોકસભામાં યુપી પોલીસની બર્બરતાનો ઉલ્લેખ કરતા રડી પડ્યા હતા. ત્યારે રાજ્યમાં મુલાયમ સિંહ યાદવ સીએમ હતા. આ દરમિયાન ગોરખપુરના સાંસદ આદિત્યનાથે પોતાની વાત કરવા માટે સ્પીકર સોમનાથ ચેટર્જી પાસેથી પરવાનગી લીધી હતી.
- ન્યુઝ એજન્સી પ્રમાણે, જાન્યુઆરી 2007માં યોગીના સપોર્ટર રાજકુમાર અગ્નિહોત્રીનું ઝડપ દરમિયાન મોત થઇ ગયું હતું. યોગી તેમને મળવા જઇ રહ્યા હતા, એ જ દરમિયાન પોલીસે તેમની ધરપકડ કરી હતી. પૂર્વાંચલના કેટલાય કસબાઓમાં હિંસા ફાટી નીકળી હતી.
- આ જ મુદ્દા પર બોલવા માટે યોગી ઊભા થયા અને હૈયાફાટ રડવા લાગ્યા. થોડીક વાર સુધી તેઓ બોલી જ ન શક્યા. પછી કહ્યું કે સપા સરકાર તેમની વિરુદ્ધ ષડયંત્ર કરી રહી છે અને તેમને જીવનું જોખમ છે.
- યોગીએ સ્પીકરને જણાવ્યું હતું કે ગોરખપુર જતી વખતે તેમને શાંતિભંગ કરવાના આરોપમાં અટકાયતમાં લીધા અને તે મામલે તેમને માત્ર 12 કલાક જેલમાં રાખી શકાય તેમ હતું તેને બદલે 11 દિવસ જેલમાં રાખ્યા.
 
4. આઝમગઢમાં થયો હતો જીવલેણ હુમલો
 
- 2008માં યોગી પર આઝમગઢમાં જીવલેણ હુમલો થયો હતો. આ દરમિયાન તેમની ગાડીઓના કાફલાને હુમલાખોરોએ ઘેરી લીધો અને ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં યોગી માંડ-માંડ બચી ગયા હતા. આ દરમિયાન તેઓ આઝમગઢના સ્ટુડન્ટ લીડર રહી ચૂકેલા અજિત સિંહના તેરમામાં સામેલ થવા જઇ રહ્યા હતા. કેટલાક લોકોએ અજિતની હત્યા કરી હતી.
- જણાવવામાં આવે છે કે ફાયરિંગ દરમિયાન હુમલાખોરોની ભીડના એક વ્યક્તિનું મોત થઇ ગયું હતું. તેના પછી આઝમગઢ અને આસપાસના વિસ્તારોમાં આ ઘટનાએ સાંપ્રદાયિક રંગ લઇ લીધો. આ કેસમાં યોગીના સમર્થકો અને તેમના ઉપર ઘણા કેસ થયા.
- યુપી પોલીસ અને પીએસીએ ઘણીવાર યોગીના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા. તેમના સમર્થકોને મોટી સંખ્યામાં જેલ મોકલવામાં આવ્યા હતા. કેટલાંય લોકો પોલીસના ડરથી ગામ છોડીને પલાયન થઇ ગયા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો