• Gujarati News
  • Inspirational Example Two Cleaner Machine As A Gift In Marriage

અનોખાં લગ્નઃ દહેજ અને શુકન બંનેમાં શહેરનું ભલું વિચાર્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિવાનીઃ હરિયાણાના સોચી શહેરમાં આગામી મહિને અનોખાં લગ્ન થવાનાં છે. જે સ્વચ્છતાનો દાખલો બેસાડશે. ભિવાનીના સંપૂર્ણસિંહના પુત્ર સન્નીના લગ્નમાં વહુ કવિતા દહેજ તરીકે શહેરમાં સફાઇ કરવાનું મશીન લાવશે. સાસરીમાંથી તેને આવું જ મશીન શુકનમાં મળશે. તેનાથી એક મહિના સુધી શહેરની સફાઇ કરવામાં આવશે. બાદમાં બંને મશીનને નગરપાલિકા ભિવાનીને ભેટ તરીકે આપી દેવાશે.
આ વિચિત્ર લગ્ન પાંચમી ડિસેમ્બર થશે. લગ્નમાં બહેન-પુત્રીને બાઇક, કાર, કરોડો રૂપિયાના ઝવેરાત આપવા સામાન્ય વાત છે. જોકે આ બધાથી અલગ મહાપંચાયત સંયોજક અને પૂર્વ વિદ્યાર્થી નેતા સંપૂર્ણસિંહના પુત્રનાં લગ્નમાં દહેજ તરીકે સફાઇ કરવાનું ટ્રેક્ટર ટાઉટ રોડ સ્વીપર મશીન મળશે. દુલ્હનને પણ શુકનમાં આવું જ મશીન અપાશે. આશરે 14-14 લાખ રૂપિયાના આ મશીનની સફાઇની શરૂઆત વાલ્મીકિ વસ્તીમાં થશે. બાદમાં બે મહિને એક વોર્ડમાં સફાઇ કરાશે.
રિસેપ્શનમાં પહેલાં ગાયને પકવાન ખવડાવાશે
રિસેપ્શન પણ અલગ છે. તેમાં છ ડિસેમ્બરે પહેલાં ગાયોને પકવાન ખવડાવાશે. સંપૂર્ણસિંહે જણાવ્યું હતું કે, ગામ અને શહેરોમાં ગાયની દુર્દશા કોઇ છૂપી વાત નથી. અમે ઇચ્છીએ છીએ કે શહેર સંપૂર્ણ રીતે સ્વચ્છ રહે અને ગૌવંશને સન્માન મળે. સામાન્ય રીતે લગ્નમાં બચેલો એઠવાડ ગાયોને ખવડાવાય છે પરંતુ અમે પહેલી રોટલી ગાય માટે કાઢીશું અને પછી ભોજન કરીશું.