તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

UPSC: ઈન્ટરવ્યૂમાં પૂછ્યો 29નો ઘડિયો, આ સવાલોના જવાબ આપી થયા સફળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયપુરઃ UPSC એક્ઝામમાં દેશમાં 18મો રેન્ક મેળવનારા મનીષ ગુરવાનીને ઈન્ટરવ્યૂમાં 29નો ઘડિયો પૂછ્યો હતો. તેમણે ધીમે-ધીમે અને અટકી-અટકીને પણ આખો ઘડિયો સંભળાવી દીધો હતો. ભાસ્કર.કોમ સાથેની વાતચીતમાં મનીષે જણાવ્યું કે, સિવિલ સર્વિસમાં જઈ ગ્રામીણોની સેવા કરવાનો તેમનો ઘણા સમયથી લક્ષ્ય હતું.
 
સિવિલ સર્વિસ એક્ઝામની પેટર્નમાં ફેરફાર ઈચ્છે છે મનીષ.....

- મનીષે જણાવ્યું કે, સિવિલ સર્વિસ એક્ઝામના પેપર, પેટનર્સ અને સિલેબસમાં થોડો ફેરફાર થવો જોઈએ. કારણ કે, હાલ જે પ્રોસેસ છે તેમાં સ્ટડી મટિરિયલ વધુ હોવાથી યોગ્ય વિકલ્પ પસંદ કરવા સમય વધુ જાય છે.
- અગાઉ મનીષે 2014માં એક્ઝામ આપી હતી ત્યારે તેમને 322મી રેન્ક મળી હતી અને આઈઆરએસ સેવા ક્ષેત્રમાં જવાની તક મળી હતી.
- મનીષને આઈએએસમાં જવું હતું અને આ જ જુસ્સાને કારણે તેણે ફરી એક્ઝામ આપી અને 18મો રેન્ક મેળવ્યો હતો. જેમાં તેમને માતા-પિતાનું ઘણો સપોર્ટ મળ્યો.
 
ઈન્ટરવ્યૂમાં પૂછ્યો 29નો ઘડિયો.......

- મનીષનો ઈન્ટરવ્યૂ એર માર્શલ ભોંસલેની પેનલે લીધો હતો. તેમને દેશ-વિદેશ સંબંધિત ઘણા સવાલો કરવામાં આવ્યા.
- તમામ સવાલોના જવાબથી સંતુષ્ટ થયેલી પેનલે જ્યારે મનીષને વેલ્ડન કહ્યું તો તે પોતાની સીટ પરથી ઉભા થવા લાગ્યા. આ જ સમયે પેનલે કહ્યું કે, તમારો વૈકલ્પિક વિષય ગણીત હોવાથી તમારી પકડ તેની પર સારી હશે.
- મનીષે આ અંગે હા પાડી એટલે પેનલે તરત 29નો ઘડિયો સંભળાવવા કહ્યું, આ પ્રશ્ન અચાનક કરાતા મનીષ ચોંક્યા પરંતુ હિંમત હાર્યા વગર જણાવ્યું કે- મને મોઢે તો યાદ નથી, જોકે તો પણ સંભળાવી દઈશ. જે પછી મનીષે ધીમે-ધીમે આખો ઘડિયો સંભળાવી દીધો.
 
તસવીરોઃ Rohitash Saini
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..................................)
અન્ય સમાચારો પણ છે...