તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામે આવી હનીપ્રીતની સિક્રેટ ડાયરી, લખ્યું- પ્યાર-વફા-દર્દનો અહેસાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોહતક: સાધ્વી યૌન શોષણ મામલે રામ રહીમ રોહતક જેલમાં 20 વર્ષની સજા કાપી રહ્યો છે, પરંતુ બાબાની દત્તક દીકરી હનીપ્રીત હજુપણ ફરાર છે. હરિયાણા પોલીસે તેના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. હજુ સુધી હનીપ્રીતની કોઇ ભાળ નથી મળી. આ દરમિયાન હનીપ્રીતની અન રામ રહીમની ચોંકાવી દેતી વાતો સામે આવી રહી છે. એક ટીવી ચેનલને હનીપ્રીતની 19 વર્ષ જૂની ડાયરી મળી છે, જેમાં તેણે પોતાના દિલની વાતો લખી છે.
 
હનીપ્રીતની ડાયરી ખોલશે દિલના રાઝ
 
- એક ટીવી ચેનલ અનુસાર, હનીપ્રીતે આ ડાયરી 19 વર્ષ પહેલા લખી હતી. હનીપ્રીતે ડાયરીમાં શેર-શાયરી લખ્યા છે.
- પ્રિયંકા તનેજાની આ ડાયરી વર્ષ 1998ની એટલે કે તેના લગ્નના એક વર્ષ પહેલાની છે. હનીપ્રીતની આ ડાયરી 103 પેજની છે. આ ડાયરી હનીની છે પરંતુ દિવ્યભાસ્કર એ વાતની પુષ્ટિ નથી કરતું કે તેમાં લખેલી તમામ વાતો હનીપ્રીતે જ લખી છે.
 
સલમાન અને કાજોલની ફેન છે હનીપ્રીત
 
- હનીપ્રીતની આ ડાયરીના પહેલા પેજ પર ભારતનો નકશો છે. બીજા પેજ પર લખ્યું છે, પ્રિયંકા તનેજા ઉર્ફ ANU. હનીપ્રીત પોતાને અનુ કહેતી હતી.
- ત્રીજા પેજ પર એક્ટ્રેસ કાજોલનો ફોટો લગાવ્યો છે, જેના પર લખ્યું છે How Sweet!
- ડાયરીના ચોથા પેજ પર સલમાન ખાનનો ફોટો છે. હનીપ્રીત સલમાનની દિવાની હતી. સલમાન ઉપરાંત, શાહરૂખ ખાન અને આમિર ખાનની પણ તે દિવાની હતી. તેમના ફોટાઓ પણ ડાયરીમાં છે.
 
ડાયરીમાં લખ્યા છે આ નામ
 
- હનીપ્રીતે પોતાના નિક નેમ ANUનું ફુલફોર્મ આપ્યું છે. A- attractive, N- naughty, U- unfortunate girl
- આ ડાયરીમાં હનીપ્રીતના પતિ વિશ્વાસ ગુપ્તા, તેની નાની બહેન નિશુ તનેજા અને નાના ભાઇ સોહિલ તનેજાના નામ લખ્યા છે.
- ડાયરીમાં હિંદી અને અંગ્રેજીમાં કવિતાઓ લખેલી છે. હનીપ્રીતે આ ડાયરીમાં શેરો-શાયરી દ્વારા પોતાના મનની વાત કહી છે.
- તેણે રામ રહીમ માટે પણ એક ગીત ડાયરીમાં લખ્યું છે. જે વાંચીને ખ્યાલ આવે છે કે રામ રહીમે હનીપ્રીતના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો રામ રહીમની દત્તક દીકરી હનીપ્રીતની ડાયરીમાં લખેલી કેટલીક વાતો...
અન્ય સમાચારો પણ છે...