મુશ્કેલ ઘડીમાં પ્રમુખ બનશે રાહુલ, નેહરૂના સમયમાં 90% જગ્યાએ હતી કોંગ્રેસ હવે માત્ર 10%

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ કોંગ્રેસ પ્રેસિડન્ટ ઈલેકશન માટે કુલ 89 નોમિનેશન પેપર્સ મળ્યાં, તમામમાં રાહુલ ગાંધીનું નામ છે. મંગળવારે આ જાણકારી રિટર્નિગ ઓફિસરે મુલાપલ્લી રામચંદ્રને આપી. તેઓએ કહ્યું કે, સ્ક્રૂટની દરમિયાન તમામ પેપર્સ કાયદેસર હોવાનું જાણમાં આવ્યું છે. પ્રેસિડન્ટ પોસ્ટ માટે ઈલેકશન પ્રોસેર્સમાં હવે માત્ર એક વેલિડ કેન્ડિડેટ રાહુલ ગાંધી જ છે. હવે લગભગ નક્કી છે કે રાહુલ જ આગામી પાર્ટી પ્રેસિડન્ટ હશે. તેઓ આ પોસ્ટ પર પહોંચવાવાળા નેહરૂ-ગાંધી પરિવારના છઠ્ઠા સભ્ય છે. જો કે રાહુલ કોંગ્રેસના સૌથી મુશ્કેલ સમયમાં પાર્ટીના પ્રમુખ બની રહ્યાં છે. હાલના સમયે દેશના માત્ર 10% ભાગમાં કોંગ્રેસનું શાસન રહ્યું છે. 11 ડિસેમ્બરે 3 વાગ્યે નામ પરત ખેંચવાનો સમય પૂર્ણ થયાં બાદ રાહુલ ગાંધીને ઔપચારિક રીતે પાર્ટીના પ્રેસિડન્ટ જાહેર કરવામાં આવી શકે છે.

 

દરેક રાજ્યના 10-10 ડેલિગેટ્સ પાસેથી નોમિનેશન પેપર્સ માગવામાં આવ્યા

 

- આ પહેલાં રવિવારે પાર્ટીના સેન્ટ્રલ ઈલેકશન ઓથોરિટીના ચેરમેન મુલ્લાપલ્લી રામચંદ્રન અને તેના સભ્ય મધુસૂદન મિસ્ત્રીએ પ્રેસિડન્ટ ઈલેકશન સાથે જાડાયેલી પ્રોસેસને લઈને પાર્ટી હેડક્વાર્ટરમાં બેઠક કરી હતી. આ દરમિયાન રાજ્યોના રિટર્નિગ ઓફિસર્સને ઈલેકશન પ્રોસેસની જાણાકારી આપવામાં આવી હતી. તમામ સ્ટેટ યૂનિટના 10 ડેલિગેટ્સને નોમિનેશન પેપર્સના એક-એક સેટ મોકલવાનું કહ્યું હતું, જેમાં રાહુલ ગાંધીને પ્રેસિડન્ટ બનાવવાનો પ્રસ્તાવ છે.

 

નેહરૂના સમયે દેશના 90% વિસ્તારમાં હતી કોંગ્રેસ

 

- 1951 એટલે કે જવાહરલાલ નેહરૂના સમયે દેશના 90% વિસ્તારમાં કોંગ્રેસનું શાસન હતું. ત્યારે કોંગ્રેસની પાસે લોકસભાની 489માંથી 364 (74%) સીટો હતી.

- 1969માં ઈન્દિરા ગાંધીના સમયે પણ દેશના 90% ક્ષેત્રમાં કોંગ્રેસનનું શાસન હતું. ત્યારે કોંગ્રેસની પાસે લોકસભાની 494માંથી 371 (75%) સીટ હતી.

- 1985માં રાજીવ ગાંધીના પીએમ બન્યાં પછી કોંગ્રેસ દેશના 67% ભાગમાં શાસન હતું. તે સમયે કોંગ્રેસની પાસે લોકસભાની 542માંથી 415 (77%) સીટ હતી.

- 1998માં સોનિયા ગાંધીના પાર્ટી પ્રેસિડન્ટ પોસ્ટ સંભાળ્યાં તે સમયે કોંગ્રેસની સત્તા દેશમાં 19% હતું. કોંગ્રેસની પાસે લોકસભાની 543માંથી 141 (28%) સીટ હતી.

- હવે જ્યારે રાહુલ કોંગ્રેસના પ્રેસિડન્ટ બનવા જઈ રહ્યાં છે ત્યારે કોંગ્રેસની પાસે લોકસભામાં 543માંથી માત્ર 46 (8%) સીટ છે.

 

19 વર્ષ બાદ કોંગ્રેસને મળશે નવા પ્રમુખ

 

- સોનિયા ગાંધીના પુત્ર અને 47 વર્ષના કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું પ્રમુખ પદે બિરાજવું નિશ્ચિત જ છે.

- સોનિયા ગાંધી 1998થી લઈને અત્યારસુધી લગભગ 19 વર્ષ એટલે કે સૌથી લાંબા સમય સુધી કોંગ્રેસના અધ્યક્ષા રહ્યાં. આ દરમિયાન તેઓએ પાર્ટીને સતત બે વખત લોકસભા ચૂંટણીમાં જીત અપાવી.

- 2004ના પરિણામે તો રાજકીય પંડિતોના ગણિત જ ખોટાં સાબિત કર્યાં હતા

- 2009માં કોંગ્રેસની જીત નિશ્ચિત જ હતી, પરંતુ 2014માં UPA સરકારની કારમી હાર અને 543 સભ્યોવાળી લોકસભામાં કોંગ્રેસની સંખ્યા 44 પર પહોંચી જતા સોનિયા ગાંધીના રાજીનામાની ભારે અટકળો જોવા મળી હતી.

- 2014ની ચૂંટણીના પરિણામના લગભગ સાડા ત્રણ વર્ષ બાદ કોંગ્રેસમાં નેતૃત્વ બદલાય રહ્યું છે. જેને 2019 સામાન્ય ચૂંટણી પહેલાંની તૈયારી પણ ગણવામાં આવે છે.

- જો કે કોંગ્રેસના પ્રમુખ તરીકે રાહ રાહુલ માટે આસાન નહીં હોય તે એક હકિકત છે.

 

રાહુલ ગાંધીની અત્યારસુધીની રાજકીય સફર

 

2004: રાજનીતિની શરૂઆત, અમેઠીની બેઠક પરથી જીત

2012: યુપી ચૂંટણીનું નેતૃત્વ કર્યું, માત્ર 28 બેઠક પર જીત

2013: કોંગ્રેસના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા

2013: કૌભાંડીઓ પર આવેલાં અધ્યાદેશને બેકાર ગણાવીને પાર્ટીને શરમજનક સ્થિતિમાં મૂકી

2014: લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 44 બેઠક જ મળી

2015: સૂટ-બૂટની સરકાર કહીને મોદી સરકાર પર નિશાન

2015: બિહારમાં ગઠબંધન, જીત હાંસલ કરી

2017: 5માંથી 4 રાજ્યોમાં હાર, યુપીમાં માત્ર 7 જ બેઠક મળી

2017: પંજાબમાં અકાલી-ભાજપને હરાવ્યાં

 

રાહુલની પહેલાં કોંગ્રેસમાં બે ઉપાધ્યક્ષ રહ્યાં પરંતુ ક્યારેય અધ્યક્ષ ન બન્યાં

 

- કોંગ્રેસમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનનારા રાહુલ ત્રીજા નેતા છે. તેમની પહેલાં ઉપાધ્યક્ષ રહેલાં બે નેતાઓના પોલિટિકલ કેરિયર વધુ ઉંચાઈએ ન પહોંચી શક્યું. 1986માં અર્જુન સિંહ અને 1997માં જીતેન્દ્ર પ્રસાદ આ પદ પર રહ્યાં હતા પરંતુ રાજકીય ક્ષેત્રે બંને કોઈ રાજકીય ઉંચાઈ પહોંચી શક્યા ન હતા.

 

આ રીતે થાય છે કોંગ્રેસના અધ્યક્ષ પદ માટેની ચૂંટણી

 

- અધ્યક્ષ પદની ચૂંટણી માટે સૌથી પહેલાં એક રિટર્નિગ ઓફિસરની નિમણૂંક થાય છે.

- પ્રદેશ કોંગ્રેસ કમિટીના સભ્ય અધ્યક્ષ પદના ઉમેદવાર માટે પ્રસ્તાવક બની શકે છે.

- પ્રદેશ કોંગ્રેસ કમિટીએ 10 સભ્યોના સમર્થન મેળવનાર કોઈપણ સભ્ય આ ચૂંટણી લડી શકે છે. સાત દિવસમાં પોતાનું નામ પરત લેવાનું હોય છે. જે બાદ રિટર્નિગ ઓફિસર આ નામોને પ્રદેશ કોંગ્રેસ કમિટીની પાસે મોકલે છે. જે બાદ બેથી વધુ ઉમેદવાર હોય તો ચૂંટણી થાય છે. 

 

આગળની સ્લાઈડમાં વાંચો કોંગ્રેસ પ્રમુખ તરીકે રાહુલની શું હોય શકે છે મુશ્કેલીઓ?

અન્ય સમાચારો પણ છે...