સર્જિકલ સ્ટ્રાઈકને એક વર્ષ, કઈ રીતે પાર પાડ્યું ઓપરેશન સમજો 5 પોઈન્ટમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ એક વર્ષ પહેલાં ઉરી હુમલાના બદલારૂપે ઈન્ડિય આર્મીના જાંબાઝ જવાનોએ સર્જિકલ સ્ટ્રાઈક કરી પાકિસ્તાનનું નાક વાઢ્યું હતું. ભારતીય સૈનિકોના આ પરાક્રમને એક વર્ષ પૂર્ણ થયું છે. POKમાં પહેલી વખત લાઈન ઓફ કંટ્રોલ (LOC) પાર કરીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ ઓપરેશનમાં 38-40 આતંકીઓ ઠાર થયા હતા અને તેના 4 કેમ્પ નેસ્તનાબૂદ થયા હતા. આર્મીના 125 પેરા કમાન્ડોએ POKમાં 3 કિલોમીટર અંદર ઘુસીને ઓપરેશન પાર પાડ્યું હતું. એક વર્ષ પહેલાં પાર પાડવામાં આવેલા ઓપરેશન અંગે રિટાયર્ડ આર્મી અધિકારીએ કેટલીક ગુપ્ત વાત જાહેર કરી હતી. અધિકારીના જણાવ્યા મુજબ આ સમગ્ર ઓપરેશનનું લાઈવ ઉધમપુર અને દિલ્હી આર્મી હેડકવાર્ટસમાં જોવામાં આવતું હતું. 
 
‘ઉધમપુર-દિલ્હી હેડકવાર્ટરમાં સમગ્ર ઓપરેશનનું થતું હતું લાઈવ’
 
- ભારતીય આર્મીના નોર્થ કમાન્ડના ભૂતપૂર્વ જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ રિટાયર્ડ લેફટનન્ટ જનરલ ડી.એસ.હુડાએ એક ન્યૂઝ ચેનલને આપેલાં ઇન્ટરવ્યૂમાં સર્જિકલ સ્ટ્રાઈક અંગે કેટલાંક રહસ્યો ખોલ્યાં હતા.
- રિટાયર્ડ જનરલ હુડાએ આપેલી માહિતી મુજબ, “હા, અમે લોકો લાઈવ દ્રશ્યો જોતા હતા. હું ઉધમપુર ખાતે કમાન્ડ હેડકવાર્ટરના ઓપરેશન રૂમમાં બેઠો હતો. હું સમગ્ર ઓપરેશન જીવંત જોઈ રહ્યો હતો કે કઈ રીતે આપણી ટીમે નક્કી કરેલાં ટાર્ગેટને નિશાન બનાવ્યાં, અને આ લાઈવ ફિડ દિલ્હી આર્મી હેડકવાર્ટર્સ પણ મોકલવામાં આવતી હતી.”
- રિટાયર્ડ જનરલ હુડાને જ્યારે પૂછવામાં આવ્યું કે, “દિલ્હીમાં આ ઓપરેશનનું જીવંત પ્રસારણ કોણ જોતું હતું?”
- જેના જવાબમાં રિયાટર્ડ અધિકારીએ કહ્યું કે, “દિલ્હીમાં કોણ જોતું હતું તે અંગે મને કોઈ જ ખ્યાલ નથી. ઉધમપુરમાં અમે લોકો જોતા હતા અને ફિડ દિલ્હી મોકલવામાં આવતી હતી.”
- જો કે, હુડાએ લાઈવ સ્ટ્રીમિંગ, સેટેલાઈટ કે અન્ય કોઈ ટેકનોલોજીનો ઉપયોગથી કરાયું હતું કે કેમ? તે અંગે કોઈ જ ખુલાસો કર્યો ન હતો. 
 
5 પોઈન્ટ્સમાં વાંચો, સર્જિકલ સ્ટ્રાઈકની પૂરી વાત
 
1) આર્મીને કેમ કરવી પડી હતી હતી સર્જિકલ સ્ટ્રાઈક?
- 18 સપ્ટેમ્બર રાત્રે POKથી ઘૂસણખોરી કરી કાશ્મીરમાં આવેલા આતંકીઓએ ઉરીમાં આર્મી કેમ્પ હુમલો કર્યો હતો. જેમાં 18 જવાન શહીદ થઈ ગયા હતા. આર્મીએ આતંકી હુમલાનો બદલો લેવા માટે સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. ઓપરેશનમાં તે બે યુનિટ્સના જવાનોને સામેલ કરવામાં આવ્યાં, જેનાં જવાન શહીદ થયા હતા.
 
2) કઈ રીતે થઈ હતી સર્જિકલ સ્ટ્રાઈકની પ્લાનિંગ?
- આર્મી, ઈન્ટેલિજન્સ અને RAWના ટોપ અધિકારીઓના ઈનપુટ મેળવ્યાં પછી LOCની બીજી  બાજુ ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા. આ કેમ્પથી 7 દિવસમાં 20થી વધુ ઘૂસણખોરી થઈ હતી. કેન્દ્ર સરકારની સામે ઓપરેશન બ્રીફ કરતાં પહેલાં તેના ઓપશન્સ પર અનુભવી અધિકારીઓએ કામ કર્યુ હતું. આ સમગ્ર પ્રોસેસમાં NSA અજીત ડોભાલ ઘણાં જ એક્ટિવ હતા.
- ઘાટીના 4 લોકોના મોબાઈલ પર ગુપ્ત રીતે અનેક વખત કોમ્યુનિકેશન કરતાં POKમાં ટાર્ગેટ્સની જાણકારી મળી હતી. અંતે ISIની મદદથી ચલાવવામા આવતા 4 લોન્ચિંગ પેડ ટાર્ગેટ કરવામાં  આવ્યાં. જેની દેખરેખ પાકિસ્તાનની આર્મી કરી રહી હતી.
 
3) કમાન્ડોએ આ રીતે કરી હતી સર્જિકલ સ્ટ્રાઈક?
- ઉરી એટેકનો બદલો લેવા માટે આર્મી પ્લાનિંગ કર્યુ હતું. જેને સરકાર દ્વારા ગ્રીન સિગન્લ મળ્યાં બાદ આર્મીએ કિલિંગ મશીનથી ઓળખાતા પેરા કમાન્ડોઝની 5 ટીમ બનાવી. 28 સપ્ટેમ્બરે રાત્ર 12:30 વાગ્યે LOCની નજીક ચોપરમાંથી ટીમ ઉતારવામાં આવી. દરેક ટીમમાં લગભગ 25 કમાન્ડો હતા. કુલ 125 કમાન્ડો શરીર ઘસડીને POKમાં દાખલ થયા હતા કે જેથી દુશ્મનને ખ્યાલ ન આવે. રાત્રે 2:30 વાગ્યાની આસપાસ 2-3 કિલોમીટર પગે ચાલીને, કિચડ, પથ્થર ત્યાં સુધીકે લેન્માઈન્ડસને પણ પાર કરીને કમાન્ડો આતંકીઓના લોન્ચ પેડ સુધી પહોંચ્યા
- આ દરમિયાન સ્પેશિયલ ફોર્સ ઉપરાંત સેનાની એક ટુકડી કમાન્ડોઝના રૂટ સિક્યોર કરી રહી હતી. આ જવાનોના બેકઅપ માટે સાથે રાખવામાં આવ્યાં હતા. જો ટાર્ગેટ સુધી પહોંચ્વામાં કોઈ પડકાર મળ્યો હોત તો જવાનોને તેની સામે લડવાનું હતું. કમાન્ડોઝના કેમેરા હેલમેટમાં લાગેલા હતા, જેનાથી ઓપરેશનનું સમગ્ર મોનીટરિંગ થઈ શકે. આ ઓપરેશનનું ડ્રોન કેમેરાથી રેકોર્ડિગ પણ કરવામાં આવ્યું હતું કે જેથી પુરાવા રહે.
 
4) હુમલામાં આતંકીઓને કેટલું નુકસાન થયું હતું?
- કમાન્ડોએ POKના અલગ અલગ સેકટરમાં 4 આતંકી ઠેકાણાં પર એક સાથે હુમલો કર્યો. આ કાર્યવાહીમાં લગભગ 38-40 આતંકીઓ માર્યા ગયા હતા. આ કેમ્પમાં આતંકીઓની ટ્રેનિંગ થતી હતી. જે બાદ તેઓ ઘૂસણખોરી કરીને LOC ક્રોસ કરાવવામાં આવતી હતી. તે સમયે POKમાં 42 આતંકી કેમ્પ એક્ટિવ હતા. જે વિસ્તારમાં સ્ટ્રાઈક થઈ ત્યાં 11-12 કેમ્પ હતા. કાર્યવાહીમાં 4ને ટાર્ગેટ કરવામાં આવ્યાં હતા.
 
5) કમાન્ડોએ કઈ રીતે PAK સેનાનો સામનો કર્યો?
- ઓપરશનને પાર પાડ્યા બાદ કમાન્ડોને પરત લાવવા મુશ્કેલ હતું. સ્ટ્રાઈકના સમાચાર મળતાંની સાથે પાકિસ્તાની સેના ફાયરિંગ કરવા લાગી. કમાન્ડોએ તેનો પણ જવાબ આપ્યો. જેમાં બે પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને કેટલીક ચોકીઓને પણ નુકસાન થયું હતું.
- સ્ટ્રાઈક સમયે ભારતીય સેનાએ પાકિસ્તાન સૈનિકો અને આતંકીઓનું ધ્યાન ભટકાવવાના હેતુથી POKના કેટલાંક વિસ્તારોમાં થોડા થોડા અંતરે ફાયરિંગ કર્યુ હતું.
 
 
5 વાત, જે સ્ટ્રાઈકના લીડર રહેલાં મેજરે જણાવી
 
1) બે યુનિટના જવાન રિવેન્જ મિશનમાં સામેલ થયા
- ઓપરેશનના લીડર રહેલાં એક મેજર (સાંકેતિક નામ - માઇક ટેંગો)એ ગત દિવસોમાં રિલીઝ થયેલી બુક “ઈન્ડિયાઝ મોસ્ટ ફિયરલેસઃ ટ્રુ સ્ટોરીઝ ઓફ મોડર્ન મિલિટ્રી હીરોઝ”માં જણાવ્યું કે, “ઉરી એટેકમાં નુકસાન સહન કર્યા બાદ બ  યુનિટ્સના જવાનોને આ રિવેન્જ મિશનમાં સામેલ કરવામાં આવ્યાં હતા. આ યુનિટ્સના જવાનોને બોર્ડર પોસ્ટ પર તૈનાત કરવામાં આવ્યાં હતા. તેઓને વિસ્તાર અંગે જરૂરી વાતો જણાવવામાં આવી અને સપોર્ટ આપવામાં આવ્યું, જેની જરૂર આગળ મિશનમાં પડવાની હતી.”
 
2) મેજર ટેંગોએ પોતે જ પસંદ કરી હતી ટીમ
- “આ ઓપરેશનમાં ટીમ લીડર તરીકે પસંદ થયા બાદ મેં જ ટીમના દરેક સભ્યની પસંદગી કરી હતી. આ ઉપરાંત તે લોકોને પણ પસંદ કર્યા જેઓ આ ઓપરેશનમાં સપોર્ટિંગ રોલ પ્લે કરી રહ્યાં હતા. આ વાતથી પૂરી રીતે અવગત હતો કે ટીમમાં સામેલ મેમ્બર્સના જીવન મારા હાથોમાં જ છે. એટલે જ મિશન માટે બેસ્ટ કેન્ડિડેટની પસંદગી કરવામાં આવી હતી.”
 
3) PAK પોસ્ટની નજીક હતા અમારા ટાર્ગેટ
- “ઓપરેશન દરમિયાન અમારે અમારા ટાર્ગેટ્સ સુધી પહોંચવાનુ હતું, ત્યાંનો અભ્યાસ કરવાનો હતો. તાજા જાણકારી માટે તેઓ પોતાની સેટેલાઈટ ડિવાઈસનો ઉપયોગ કરી શકતા હતા. ત્યાં હાજર દરેક શખ્સને ઠાર કરવાના હતા. અમારી ટીમને 2 લોન્ચ પેડ્સનું ટાર્ગેટ મળ્યું. ટીમ ટાર્ગેટથી લગભગ 500 મીટરના અંતરે રહી હતી. આ ટાર્ગેટ PAK આર્મી પોસ્ટની નજીક હતા. ISIના હેન્ડલર્સ પણ ત્યાં વચ્ચે આવતા હતા.”
 
4) ગોળીઓ જવાનોના કાન પાસેથી નીકળી હતી
- “ટાર્ગેટ હિટ કર્યા બાદ જ્યારે કમાન્ડો પરત ફરી રહ્યાં હતા, ત્યારે પાકિસ્તાનની આર્મીએ ફાયરિંગ કર્યું. એક તબક્કે ગોળીઓ જવાનોના કાન પાસેથી સીટી વગાડતી નીકળતી હતી. જો હું એક ફુટ વધારે લાંબો હોત તો મને અનેક વખત ગોળી લાગી હોત. પરત ફરતાં સમયે પૂરી ટીમ જમીનમાં ઘસડાઈને આવી રહી હતી. રસ્તામાં આવતા અનેક ઝાડ ફાયરિંગને કારણે નુકસાન થયું હતું. ગોળીઓ અમારાથી થોડાક ઈંચના અંતરે જ જમીનને નિશાન બનાવી રહી હતી. બચવા માટે કોઈ જ નેચરલ સપોર્ટ પણ ન હતો. જો કે અમારી ટીમ સુરજ ઉગ્યાં પહેલાં લગભગ 4:30 વાગ્યે LOC  ક્રોસ કરીને પરત ફરી હતી.”
 
5) બીજા રસ્તેથી પરત ફર્યા હતા કમાન્ડો
- “પહાડોનું ચડાણ કરી પરત ફરવાનું કામ ઘણું જ પડકારજનક હતું. એવામાં પાકિસ્તાનની આર્મી પોસ્ટમાંથી આવતી ગોળીઓ તરફ કમાન્ડોઝની પીઠ રહેતી. તેઓના પોસ્ટની પોઝિશનના કારણે પરત ફરતાં જવાનોને સહેલાયથી નિશાન બનાવી શક્યા હોત. ઓપરેશન પહેલાં અમે નક્કી કર્યુ હતું કે જે રસ્તાથી POKમાં ઘૂસીસું તે રસ્તેથી પરત નહીં ફરીએ. અમે તે માટે અલગ જ રસ્તો પસંદ કર્યો જે લાંબો અને વધુ ફરીને આવે તેવો હતો. પરંતુ તે પહેલાંની તુલનાએ ઘણો જ સેફ હતો.”
અન્ય સમાચારો પણ છે...