2014 ચૂંટણીમાં ઐય્યરના નિવેદનથી જ મોદી લહેર થઈ હતી વધુ પ્રબળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતાનો વાણીવિલાસ તેમને જ ભારે પડે છે આવું અનેક વખત ભૂતકાળમાં થયું છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત પ્રથમ તબક્કાના મતદાન માટેનો પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં જ કોંગ્રેસના નેતા મણિશંકર ઐય્યરે પીએમ મોદીને અંગત રીતે નિશાન બનાવી આપત્તિજનક નિવેદન કર્યું છે. અને આશ્ચર્યની વાત એ છે કે આ નિવેદનના થોડાં જ કલાકોમાં પીએમ મોદીએ પણ તેનો જવાબ આપી દીધો છે. મણિશંકર પીએમ મોદી અંગેનું આ પ્રકારનું નિવેદન પહેલી વખત નથી આપ્યું આ પહેલાં વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીમાં મોદીને 'ચા વાળો' કહ્યો હતો જેનો ભાજપે રાજકીય રીતે ઘણો જ ફાયદો ઉઠાવ્યો હતો. તો સોમવારે પણ ઐય્યરે કોંગ્રેસના અધ્યક્ષ માટેની ચૂંટણી અંગે નિવેદન કર્યું હતું જે નિવેદનનો વડાપ્રધાને તાત્કાલિક ફાયદો ઉઠાવતાં કોંગ્રેસને ઔરંગઝેબના વંશજ કહી દીધાં હતા. ત્યારે ગુરૂવારનું ઐય્યર નિવેદન કોંગ્રેસની નાવ ડૂબાડશે કે કેમ તે એક પ્રશ્ન છે.

 

2014માં પણ ઐય્યરે મોદી વિરૂદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો

 

- વર્ષ 2014માં લોકસભા ચૂંટણીના પ્રચારમાં પણ મણિશંકર ઐય્યર તે સમયનાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો.

- મણિશંકરે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રસની  બેઠક દરમિયાન મોદીનો મજાક ઉડાવતાં કહ્યું હતું કે, “ચા વાળો આ દેશનો પીએમ ન બની શકે.”

- આ ઉપરાંત ઐય્યરે કહ્યું હતું કે, “કોંગ્રેસ મોદીને પીએમ તો નહીં બનવા દે અને જો મોદી ઈચ્છે તો કોંગ્રેસના અધિવેશનની બહાર આવીને ચા વેચી શકે છે.”

- મણિશંકરના આ નિવેદનને રાજકિય રંગ આપવામાં આવ્યો હતો અને ભાજપે તેનો ઘણો જ ફાયદો ઉઠાવ્યો હતો. અને ઐય્યરના આ નિવેદન બાદ ચૂંટણી પ્રચારની દિશા જ બદલી ગઈ હતી.

 

આગળની સ્લાઇડમાં વાંચો, શું ઐય્યરનું નિવેદન કોંગ્રેસને ભારે પડશે? સોમવારે પણ ઐય્યરની જીભ લપસી હતી

અન્ય સમાચારો પણ છે...