આ સાંસદની 58 પત્નીઓ, દીકરીની બહેનપણીસાથે પણ કર્યા હતા લગ્ન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાંચી: પાંચ વાર સાંસદ અને ચાર વાર ધારાસભ્ય રહેલા બાગુન સુમ્બ્રુઈ આજે પણ બે રૂમના ઘરમાં રહે છે. એટલું જ નહીં 94 વર્ષના બાગુન બાબુએ 1942થી એટલે કે અંદાજે સાત દશકાથી કમરની ઉપર કપડાં નથી પહેર્યા. તેઓ ધોતી પહેરીને જ સંસદ ભવન અને વિધાનસભા જતા હતા. તે ઉપરાંત તેમને ઝારખંડ રાજ્યના પહેલાં વિધાનસભા અધ્યક્ષ બનવાનું પણ ગૌરવ મળ્યું છે. તેમની સાદગી અને સરળતા આજે પણ પહેલા જેવી જ છે.
 
માત્ર ધોતી જ પહેરે છે...
 
- 1945માં 10મું ધોરણ પાસ કરી ચૂકેલા બાગુન ઝારખંડના ચાઈબાસા જિલ્લામાં રહે છે. સ્થાનિક લોકો તેમને બાગુન બાબુના નામથી ઓળખે છે. 
- પહેલીવાર તેઓ 1977માં સાંસદ તરીકે ચૂંટાયા હતા અને 1991 સુધીમાં તેઓ 3 વાર સાંસદ બની ચૂક્યા હતા.
- તે સિવાય બાગુન 1967માં પહેલીવાર વિધાનસભા ચૂંટાઈને પહોંચ્યા હતા. 1977 સુધીમાં તેઓ ધારાસભ્યની ત્રણ ટર્મ પૂરી કરી ચૂક્યા હતા.
- ખાસ વાત એ છે કે, શિયાળો, ઉનાળો કે ચોમાસુ હોય, બાગુન માત્ર ધોતી જ પહેરે છે.
 
75 વર્ષ પહેલા થયા હતા લગ્ન

- બાગુન બાબુના લગ્ન 1942માં થયા હતા અને હવે તેમના પૌત્ર અને પૌત્રીઓ પણ છે.
- તેમણે બે ડઝન કરતા વધારે લગ્ન કર્યા પરંતુ આજ સુધી તેમને કોઈ તકલીફ નથી થઈ.
- નોંધનીય છે કે આદિવાસી સમુદાયમાં એક કરતા વધારે પત્ની રાખવામાં કોઈ વાંધો હોત નથી.
- બાગુન 16,108 લગ્ન કરનાર ભગવાન કૃષ્ણને તેમના પ્રેરણા સ્ત્રોત માને છે. તેમણે પણ કૃષ્ણની જેમ વંચિત-શોષિત મહિલાઓને તેમની સાથે રાખવા માટે આવુ કર્યું હતું.
 
ઘણાં લગ્ન કરવાનું શું કારણ

- બાગુને ઘણી વખત લગ્ન કર્યા હોવાનું કારણ જણાવ્યું છે કે, તેઓ કદી કોઈ છોકરી કે મહિલાની પાછળ નથી ભાગ્યા પરંતુ તે જ બધા સામેથી તેમની પાસે આવ્યા છે. જો તેઓ મારા પ્રત્યે આકર્ષિત થતી હોય તો તેમાં મારો શું વાંક? હું તે લોકોને નિરાશ કરવા નહતો માગતો, જે લોકો મારી સાથે લગ્ન કરવા માગે છે. જોકે તેમણે એ પણ સ્વીકાર્યું કે, મોટા ભાગની મહિલાઓ મારી સાથે ત્યારે લગ્ન કરવા તૈયાર થઈ જ્યારે તેઓ સાંસદ તરીકે ચૂંટાયા. અનીતા કુમારી તેમાંથી જ એક છે.
 
દીકરીની ક્લાસમેટ સાથે પણ કર્યા લગ્ન

- નોંધનીય છે કે, બાગુનની પહેલી પત્નીની દીકરી અને અનિતા કુમારી ક્લાસમેટ હતા.
- સ્કૂલમાં ટીચર રહેલી અનિતાએ જણાવ્યું કે, સાચી વાત છે કે હું રાજકારણમાં જવા માગતી હતી પરંતુ બાગુન હંમેશા એજ્યુકેશનને પ્રમોટ કરતા હતા. તેથી જ મે મારા ગુરુ અને ગાઈડ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું.
- પતિના અન્ય વિવાહ વિશે પુછતા અનિતાએ જણાવ્યું કે, હું તેમની ચોથી પત્ની છું અને આ સિવાય કોઈ નથી.
- જોકે ઘણી મહિલાઓ તેમને બાગુનની પત્ની ગણાવે છે. અમુક લોકો કહે છે કે આ પૂર્વ મંત્રી અને સાંસદની 58 પત્નીઓ છે જ્યારે અમુક લોકો આ આંક 40 સુધીનો ગણાવે છે. 
 
આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો....
 
અન્ય સમાચારો પણ છે...