તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ICJમાં જીત બાદ ભારત આવ્યા જસ્ટિસ ભંડારી, જોધપુરમાં કર્યાં કુળદેવીના દર્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જોધપુરઃ નેધરલેન્ડની ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઈસીજે)માં ભારતની જીત અનેક બાબતોમાં ઘણું મહત્વ ધરાવે છે. તેનાથી વિશ્વભરમાં ભારતની પ્રતિષ્ઠામાં વધારો થયો છે, સુરક્ષા પરિષદમાં જવાનો રસ્સો પણ સરળ થઈ જશે. આઈસીજેમાં સતત બીજી વખત ચૂંટાયેલા જસ્ટિલ દલબીર ભંડારએ આ વાત માત્ર ભાસ્કરને આપેલા તેમના પ્રથમ ઈન્ટરવ્યૂમાં કહી હતી. આઈસીજેમાં શાનદાર જીત બાદ જોધપુરમાં કુળદેવીના દર્શન માટે અહીંયા થોડા સમયની યાત્રા પર આવેલા ભંડારીએ તેમની જીતનો શ્રેય પિતા અને દેવતાઓને આપ્યો. તેમણે કહ્યું કે, તેમના આશીર્વાદ અને સમગ્ર દેશવાસીઓની શુભકામનાઓના કારણે તે આ મુકામ પર પહોંચી શક્યા છે.

 

જસ્ટિસ ભંડારી સાથે થયેલી વાતચીત

 

Q. ઈન્ટરનેશનલ કોર્ટમાં આ જીતનું શું મહત્વ છે?

જસ્ટિસ ભંડારીઃ આઈસીજેમાં 1922થી 2017 સુધીના લાંબા કાર્યકાળમાં માત્ર 2 ભારતીયોને બીજી વખત જસ્ટિસ બનવાનો મોકો મળ્યો છે. પહેલાં ડો. નગેન્દ્ર સિંહને બાદમાં મને. અહીંયા ભારતનું પ્રતિનિધિત્વ ખૂબ ઓછું રહ્યું છે. ભારત માટે મહત્વનું છે કે તેમના જજ અહીંયા વધુ 9 વર્ષ માટે રહેશે.

 

Q. વિશ્વમાં ભારતનો દબદબો વધશે?

જસ્ટિસ ભંડારીઃ આ ગજબની ચૂંટણી છે. જીત માટે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી અને સિક્યુરિટી કાઉન્સિલમાં પૂર્ણ બહુમત એટલેકે 51 ટકા વોટ હોવા જરૂરી છે. બ્રિટનના જસ્ટિસ ક્રિસ્ટોફર ગ્રીનવુડે વિથડ્રો કરી લીધું હોવા છતાં ચૂંટણી થઈ. તેમાં ભારતને જનરલ એસેમ્બલીમાં 193માંથી 183 અને સિક્યુરિટી કાઉન્સિલના 15માંથી 15 વોટ મળ્યા છે. તેનાથી ભારતની સાખ વિશ્વમાં વધી હોવાનું લાગે છે.

 

Q. ભારતનો સિક્યુરિટી કાઉન્સિલમાં જવાનો દાવો પણ મજબૂત થશે?

જસ્ટિસ ભંડરીઃ બંને ગૃહોમાં વિશ્વભરના લોકોએ જે રીતે ભારતને રેકોર્ડ સમર્થન કર્યું તેનાથી લાગે છે ભારતનું સિક્યુરિટી કાઉન્સિલમાં જવાનું થોડું સરળ થઈ જશે.

 

Q. પહેલાંથી છેલ્લા તબક્કા સુધી કેવા પ્રકારનું દબાણ અનુભવ્યું?

જસ્ટિસ ભંડારીઃ આ વખતે ચૂંટણી મુશ્કેલ હતી. સાચું કહું તો ચૂંટણીના દરેક તબક્કામાં મને ક્યારેય કોઈપણ જાતના દબાણનો અનુભવ થયો નથી. હા, શુભેચ્છકોનું પ્રેશર વધારે હતું.

 

Q. ‘વિશ્વ વિજય’નો શ્રેય કોને આપો છો?

જસ્ટિસ ભંડારીઃ મેરા સ્વ. પિતા સીનિયર એડવોકેટ મહાવીરચંદ ભંડારી, કુળદેવી અને દેવતાઓના આશીર્વાદ છે. તમામ ભારતીયોની શુભકામનાઓ મારી સાથે છે. ભારત ખૂબ મજબૂત રાષ્ટ્રના રૂપમાં ઉભરી રહ્યું છે અને તેની અવગણના કરવી કોઈપણ માટે સરળ નથી.

 

આગળની સ્લાઈડ્સમાં વાંચો, ICJના જસ્ટિસ દલવીર ભંડારી અંગે...

અન્ય સમાચારો પણ છે...