રામ મંદિર કેસમાં સુપ્રીમમાં શું થઈ સુનાવણી? શાહ કોંગ્રેસ પર કેમ થયા ગુસ્સે? ટોપ ન્યૂઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ divyabhaskar.comના વાચકો હવે માત્ર એક જ ક્લિકમાં દિવસભરના ટોપ 10 ન્યૂઝ વાંચી શકશે. રાજકારણ, બિઝનેસથી લઈને સ્પોર્ટ્સ અને એન્ટરટેઇનમેન્ટ સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારો એક જ સ્થળે રજૂ કરવાની દિવ્ય ભાસ્કરે પહેલ કરી છે.  

 

Click to Read--> અયોધ્યા વિવાદ: 2019ની ચૂંટણી પછી થાય સુનાવણી- SCમાં સિબ્બલ

અંદાજે 164 વર્ષ જૂના અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટેમાં મંગળવારથી છેલ્લી સુનાવણી શરૂ થઈ. સુનાવણી દરમિયાન વક્ફ બોર્ડ તરફથી કપિલ સિબ્બલે જણાવ્યું છે કે, જ્યારે પણ હવે આ કેસની સુનાવણી થશે ત્યારે તેની ગંભીર અસર કોર્ટની બહાર જ પડશે.

 

Click to Read--> રામ મંદિર કેસમાં સિબ્બલને આગળ ધર્યા, કોંગ્રેસ વલણ સ્પષ્ટ કરેઃ શાહ

સુપ્રીમ કોર્ટેમાં રામ મંદિરની સુનાવણીને લઈ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહકોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો અને ફેંસલો રોકવા પાછળ કોંગ્રેસ હોવાનું જણાવ્યું હતું અને કોંગ્રેસને પોતાનું વલણ સ્પષ્ટ કરવા પત્રકાર પરિષદ યોજીને માંગ કરી હતી.

 

Click to Read--> ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રાવેલ બેનને અમેરિકાની સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા 6 દેશોના નાગરિકોના પ્રવેશ કરવા પર પ્રતિબંધને અમેરિકન સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. કોર્ટે કહ્યું કે, ટ્રાવેલ બેનને સંપૂર્ણ રીતે લાગુ કરી શકાય છે, જ્યારે નીચલી અદાલતમાં આ મામલે સુનાવણી ચાલુ છે.

 

Click to Read--> J&K: અમરનાથ હુમલાના 3 આતંકી ઠાર, એક જીવતો પકડાયો

સાઉથ કાશ્મીરમાં મંગળવારે સિક્યોરિટી ફોર્સે લશ્કર-એ-તોઈબાના 3 આતંકીઓને ઠાર કર્યાં છે. જેમાંથી 2 પાકિસ્તાની નાગરિક છે. ત્રણેય આતંકીઓ આ વર્ષે જુલાઈમાં અમરનાથ યાત્રા પર થયેલાં હુમલામાં સામેલ હોવાનો આરોપ છે. એન્કાઉન્ટર દરમિયાન એક આતંકી ભાગવામાં સફળ રહ્યો હતો.

 

Click to Read--> મારા કિચનમાં માત્ર ગુજરાતી ખાવાનું, તમે મારી આદત બગાડીઃ રાહુલ

કચ્છના અંજારમાં રાહુલ ગાંધીએ એક રેલીને સંબોધિત કરી હતી જ્યાં તેઓએ પોતાના રસોડાનો હાલ બતાવી ગુજરાત સાથે જોડ્યો હતો અને ગુજરાતે મારી આદત બગાડી હોવાનું જણાવ્યું. સાથે જ તેમણે ગુજરાત સરકાર, નરેન્દ્ર મોદી અને અમિત શાહના પુત્ર જય શાહ પર પ્રહાર કર્યા.

 

Click to Read--> ભ્રષ્ટાચારના આરોપમાં ચીને CPEC માટે અટકાવ્યું ફંડ, PAK મુશ્કેલીમાં

કરોડો ડોલરની કિંમતવાળા ચીન-પાકિસ્તાનના ઇકોનોમિક કોરિડોર (CPEC) હેઠળ બની રહેલી ઓછામાં ઓછા ત્રણ રોડ પ્રોજેક્ટના ફંડ રોકવાનો ચીને નિર્ણય લીધો છે. આ રોડ પ્રોજેક્ટ્સનું ફંડ પાકિસ્તાન પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોના કારણે કામચલાઉ ધોરણે અટકાવી દેવામાં આવશે.

 

Click to Read--> ભરૂચ પાસે જાનૈયાની બસને નડ્યો અકસ્માતઃ નવવધૂ સહિત પાંચનાં મોત

ભરૂચના નબીપુર પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત નડતાં બસમા સવાર એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 15 લોકોને ઇજા પહોંચી છે. આ અકસ્માતમાં નવવધૂનું પણ મોત થયું છે. 5 મૃતકોને પીએમ અર્થે ભરૂચ સીવિલ લઇ જવાયા હતા.

 

Click to Read--> પદ્મ ભૂષણથી સન્માનિત શશિ કપૂરનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

પદ્મ ભૂષણથી સન્માનિત બોલિવૂડ વેટરન એક્ટર શશિ કપૂરનું નિધન કોકિલાબેન હોસ્પિટલમાં સોમવારના રોજ સાંજે 5.20 વાગે થયું હતું. આજે સાંતાક્રૂઝ હિંદુ સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં  આવતાં પાર્થિવ  દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો હતો.

 

Click to Read--> રાજકોટઃ માયાવતીની ચાલુ વરસાદમાં યોજાઇ સભા, લોકો બેનર ઓઢી બેસી રહ્યાં

બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ રાજકોટમાં સભા સંબોધી હતી. માયાવતીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપે સામ દામ દંડ ભેદથી સરકાર બનાવી છે, રાજકોટમાં વરસાદ હોવા છતાંય મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

 

Click to Read--> IND Vs SL: ભારત જીતથી 7 વિકેટ દૂર, શ્રીલંકાને 379 રનની જરૂર

ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચના ચોથા દિવસના અંતે શ્રીલંકાએ ભારતના 410 રનના પડકારનો પીછો કરતા 3 વિકેટ ગુમાવી 31 રન બનાવી લીધા છે. શ્રીલંકાને જીતવા 379 રનની જરૂર છે જ્યારે ભારતને 7 વિકેટની જરૂર છે. આ પહેલા ભારતે પોતાની બીજી ઇનિંગ 5 વિકેટે 246 રને ડિકલેર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...