ઈન્દ્રાણીના હાથ અને શરીરના અન્ય ભાગે ઈજાની પુષ્ટી, મેડિકલ રિપોર્ટમાં ખુલાસો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ શીના બોરા મર્ડર કેસની આરોપી ઈન્દ્રાણી મુખરજીના હાથ અને અન્ય ભાગમાં ઈજા થઈ હોવાનો ખુલાસો મેડિકલ રિપોર્ટમાં થયો છે.  સાથે જ ઈન્દ્રાણીના આરોપ મુજબ તેને ભાયખલા જેલમાં શારીરિક ઈજા પહોંચાડવામાં આવી હોવાની પણ ખુલાસો થયો છે. ઈન્દ્રાણીનો મેડિકલ રિપોર્ટ જે.જે.હોસ્પિટલે તૈયાર કર્યો છે અને તે નિષ્કર્ષ પર આવ્યા છે કે ઈન્દ્રાણીના શરીરના ભાગમાં ઈજા થઈ છે. બુધવારનાં રોજ ઈન્દ્રાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જયાં તેને જેલના અધિકારીઓએ તેની સાથે પણ મારપીટ તેમજ તેને ધમકી આપી હોવાના આક્ષેપો કર્યા હતા. જે બાદમાં કોર્ટે ઈન્દ્રાણીને ભાયખલા જેલના અધિકારીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરાવવાની મંજૂરી આપી હતી તેમજ પોલીસને નિર્દેશ આપ્યાં હતા કે તેમનું નિવેદન નોંધવામાં આવે. સાથે કોર્ટે ઈન્દ્રાણીના મેડિકલ ટેસ્ટ કરાવવાના પણ નિર્દેશ આપ્યાં હતા જે બાદ પોલીસ જાપ્તામાં ઈન્દ્રાણીને જે.જે. હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.
 
‘મારી હાલત પણ મંજુલા જેવી જ કરશે’
 
- ઈન્દ્રાણીએ બુધવારે કોર્ટમાં ભાયખલા જેલના અધિકારીઓ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી અને આક્ષેપ કર્યા હતા.
- ઈન્દ્રાણીએ ભાયખલા જેલ તંત્રએ તેને ડરાવવાનો પ્રયાસ કર્યો તેવા આક્ષેપો કરી કહ્યું કે, “ જેલ પ્રશાસને મને ધમકી આપી કે જો મેં જેલના અધિકારીઓ વિરૂદ્ધ ફરિયાદ કરી તો મારી હાલત પણ મંજુલા જેવી જ કરવામાં આવશે.”
 - આ પહેલાં મંગળવારે ઈન્દ્રાણીએ પોતાના વકીલ મારફતે કોર્ટને જણાવ્યું હતું કે તેની સાથે મારપીટ કરવામાં આવી છે.
- ઈન્દ્રાણીના શરીર પર મારના અનેક નિશાન તેમજ તેને માથામાં વાગ્યું હોવાના પણ દાવો કર્યો હતો.
- કોર્ટમાંથી બહાર નીકળ્યા બાદ ત્યારે એક પત્રકારે તેના ખબરઅંતર પૂછ્યાં તો તેને જવાબ આપતા કહ્યું કે, “ હજુ હું જીવું છું.”
 
ઈન્દ્રાણીનો કોર્ટમાં દાવો
 
- ઈન્દ્રાણી મુખરજીને બુધવારે મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.
- કોર્ટમાં ઈન્દ્રાણીએ મંજુલા શેટેના મોત અંગે ઘણી જ વાત જાણે છે તેવો દાવો કર્યો હતો.
- ઈન્દ્રાણીના દાવા મુજબ “તેને જેલ અધિકારીઓને કેદી મહિલાને તેની સાડી વડે ઢસડતાં જોયા હતા, તે સાડીને તેણીના ગળામાં દુપટ્ટાની જેમ પહેરાવવામાં આવી હતી. જે બાદ તે મહિલાને બધાંથી અલગ રાખી ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાના થોડા કલાક બાદ જ મંજુલાનું મોત નિપજ્યું હતું.
- મંજુલા શેટેની FIR કે અન્ય કેદીઓ દ્વારા કરવામાં આવેલી પોલીસ ફરિયાદ મુજબ લાકડીનો ભાગ મંજુલાના પ્રાઈવેટ ભાગમાં ઘુસાડવામાં આવ્યો હતો.
 
શેટેના મોતની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ
 
આ વચ્ચે કેસની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે.
પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મુંબઈ કમિશનરના આદેશ મુજબ મંજુલા શેટેના મોતની તપાસ ક્રાઈમ બ્રાંચ કરશે. 
 
અન્ય સમાચારો પણ છે...