તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘લિટલ ઇન્ડિયા બિગ બિઝનેસ’: કેનેડામાં ભારતીયો લગ્નમાં 60 લાખથી વધુ ખર્ચે છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચંદીગઢ: કેનેડામાં ભારતીય મૂળના પ્રવાસીઓ લગ્ન પાછળ કરતા ખર્ચ પર કેનેડાના મીડિયાનું પણ ધ્યાન ખેંચ્યું છે. ઇન્ડો કેનેડિયનનાં લગ્નનો ખર્ચ એક લાખ ડોલર કરતાં વધારે થઇ રહ્યો છે. કેનેડામાં 10 લાખ કરતાં વધારે વસતી ભારતીયોની છે અને ભારતીય સમાજનાં લગ્નના વેપાર પર બલ બડૈચે ‘લિટલ ઇન્ડિયા બિગ બિઝનેસ’ નામની ડોક્યુમેન્ટ્રી બનાવી છે. જેને કેનેડાની મુખ્ય ચેનલ કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન 23 જુલાઈએ બતાવશે. આ કેનેડામાં ભારતીય લગ્નો પર બનેલી પહેલી ફિલ્મ છે.
લાસ વેગાસ સ્ટાઇલમાં થાય છે પાર્ટીઓ
બડૈચનું કહેવું છે કેસ વેનકુવર, મોન્ટ્રિયલથી લઇને ટોરેન્ટો સુધી ફેલાયેલા આ ફીવરમાં ઇન્ડો કેનેડિયન વર-કન્યા લગ્ન પહેલાં મિત્રો તથા સંબંધીઓ માટે લાસ વેગાસમાં પાર્ટીઓ કરે છે. ત્રણ વર્ષના રિસર્ચ પર એ વાત પણ સામે આવી છે કે ભારતીય લગ્નો વેન્ડર માટે પણ એક મોટો વેપાર બની ગયા છે. જેમાં કેટરિંગથી લઇને લક્ઝરી કાર સર્વિસ પ્રોવાઇડર્સ, મેકઅપ, ફોટોગ્રાફી, ફૂલ, ગારમેન્ટ ડિઝાઇનર્સ, ચોકલેટ અને ભારતીય મીઠાઇ બનાવતા વેન્ડરનો સમાવેશ થાય છે.
બેન્કવેટ હોલના બુકિંગ ત્રણ ત્રણ વર્ષ પહેલાંથી
બડૈચે જણાવ્યું, એક-એક સપ્તાહ સુધી ચાલતા આયોજનમાં મેકઅપ અને ફૂલોની સજાવટ પાછળ હજારો ડોલર ખર્ચ કરાય છે. કેટલાક કિસ્સાઓમાં બેન્કવેટ હોલના બુકિંગ ત્રણ ત્રણ વર્ષ પહેલાંથી કરવામાં આવે છે કારણ કે પરિવાર સામાજિક મોભાને કારણે મોટી અને પ્રખ્યાત જગ્યા પર લગ્ન કરવા ઇચ્છે છે. પત્રકાર અને ડોક્યુમેન્ટ્રી પ્રોડ્યુસર બલ બડૈચ પ્રમાણે, સામાન્ય કેનેડિયન પણ આ શાહી અંદાજમાં થતા લગ્નોમાં મહેમાન બનવા માટે ઇચ્છુક રહે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો