તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતીય વૈજ્ઞાનિકોએ શોધી સૂર્ય કરતા 2 કરોડ અબજ મોટી ગેલેક્સી, નામ સરસ્વતી રાખ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: ઈન્ડિયન એસ્ટ્રોનોમર્સની ટીમે સૂર્યથી 2 કરોડ અબજ ગણી મોટી ગેલેક્સીની શોધ કરી છે. તેને સરસ્વતી નામ આપવામાં આવ્યું છે. પુણેની ઈન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA)ના વૈજ્ઞાનિકોએ ગેલેક્સીના આ સુપર ક્લસ્ટરની શોધ કરી છે. નોંધનીય છે કે, એક ક્લસ્ટરમાં 1,000થી 10,000 ગેલેક્સી હોય છે અને એક સુપર ક્લસ્ટરમાં 43 જેટલા ક્લસ્ટર હોય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આ સ્પેસમાં શોધવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું સ્ટ્રક્ચર છે.
 
કેમ ખાસ ગેલેક્સીનું આ સુપર ક્લસ્ટર
- 1000 કરોડ વર્ષ જૂની છે
- 400 કરોડ પ્રકાશવર્ષ દૂર છે.
- 60 કરોડ લાઈટયર કરતા પણ વધારે દ્રવ્યમાન
 
100 ગણી વધી જાય છે સાઈઝ
- અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસયાટીના ધી એસ્ટ્રોફિઝિકલ જર્નલમાં પબ્લિશ રિપોર્ટમાં આ શોધ વિશે જણાવવામાં આવ્યું છે.
- IUCAAમાં કહેવામાં આવ્યું છે કે, સુપર ક્લસ્ટર કોસ્મિક વેબમાં મળેલું આ સૌથી મોટું ક્લસ્ટર છે. તે ગેલેક્સી અને ગેલેક્સી ક્લસ્ટરની ચેન છે. જે એકબીજાની ગ્રેવીટી સાથે જોડાયેલી છે. તેનો આકાર અંદાજે 100 ગણો જેટલો વધી જાય છે અને તેમાં હજારો ગેલેક્સી સામેલ છે.
- શોધમાં સામેલ IUCAAના વૈજ્ઞાનિક શિશિર સાંખ્યાયન અને રિપોર્ટના રાઈટર જોયદીપ બાગાચીએ કહ્યું છે કે, તાજેતરમાં શોધવામાં આવેલ સરસ્વતી સુપરક્લસ્ટર
60 કરોડ લાઈટયર સુધી એક્સ્ટેન્ડ થઈ શકે છે. તેનો આકાર 2 કરોડ અબજ સૂર્ય જેટલો છે. આપણી ગેલેક્સી પણ સુપર ક્લસ્ટર લૌનિઆકીનો એક હિસ્સો છે. 
- સ્લોઅન ડિજિટલ સ્કાઈ સર્વે નામના સ્પેક્ટ્રોસ્કોપિક સર્વેમાં આ વિશાળ દિવાલ જેવી ગેલેક્સીનું મળવું એક આશ્ચર્ય જેવુ છે.
 
આ વૈજ્ઞાનિકો હતા રિસર્ચમાં સામેલ
- શિશિર સાંખ્યાંયન, પીએચડી સ્કોલર, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ એજ્યુકેશન એન્જ રિસર્ચ (IISER)
- પ્રતિક દબાઢે, રિસર્ચ ફેલો, IUCAA
- પ્રકાશ સરકાર, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, જમશેદપુર
 
અન્ય સમાચારો પણ છે...