• Gujarati News
  • Indian Company Bharat Forge Making Better Artillery Guns Than Bofors

કારગિલનો જંગ જીતાડનાર દેશી કંપની બનાવી રહી છે બોફોર્સથી પણ ઉત્તમ તોપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટોઃ ભારતીય કંપની ભારત ફોર્જાના પ્રમુખ બાબા કલ્યાણી)
૧૯૯૯માં કારગિલના જંગ દરમિયાન સેનાને ખાસ્સુ એવું જાનમાલનું નુકસાન થયું હતું. આવી પરિસ્થિતિમાં વિવાદાસ્પદ બોફોર્સ તોપનો ઉપયોગ યુદ્ધના મેદાનમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ તોપો ઘણે અંશે સફળ પણ રહી હતી પણ થોડાક જ સમયમાં સેનાને લાગવા લાગ્યું કે તેમની તોપો માટેનો ગોળા-બારૂદ ખૂટી જવાના આરે છે. સેનાની માંગના આધારે ડિફેન્સ મિનિસ્ટ્રીએ બાબા કલ્યાણી અને તેમની કંપની ભારત ફોર્જનો સંપર્ક કર્યો હતો અને બોફોર્સ તોપો માટે ૧ લાખ ગોળા બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. કંપનીએ ખૂબ જ ઓછા સમયમાં આ ઓર્ડરને પૂરો કર્યો અને કહેવું ખોટું નહીં હોય કે કારગિલમાં મળેલી જીતમાં તેમનો પણ મહત્વનો ફાળો હતો. બોફોર્સ તોપોની સાથે ઘોટાળાનો પડછાયો હંમેશા જોડાયેલો છે. આ તોપોને એક સ્વીડિશ કંપનીએ ભારતને વેચી હતી.
ભારત ફોર્જ ગૃપ આજ સુધીમાં એવા જંગી ઉપકરણ તૈયાર કરી ચુક્યું છે જેનું ભારતીય સેના દ્વારા પરિક્ષણ કરવાનું શરૂ કરશે. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ડિફેન્સ સેક્ટરમાં ખાનગી ભારતીય કંપનીઓને પ્રાથમિક્તા આપવાની પહેલ અંતર્ગત આ કંપનીને આ તક આપવામાં આવી છે. એક અંગ્રેજી અખબારમાં છપાયેલ સમાચાર અનુસાર ભારત ફોર્જને જંગી હથિયાર બનાવવા માટે ઈજરાયેલી કંપની એલબિટ સિસ્ટમની સાથે જોઈન્ટ વેન્ચર શરૂ કર્યૂં છે.
આ વેન્ચર શરૂઆતમાં ૧૫૫ એમએમ હોવિત્જર તોપોનું આધુનિકીકરણ કરવાની દિશામાં કામ કરશે. ભારત ફોર્જના પ્રમુખ બાબા કલ્યાણીના કહેવા અનુસાર, બોફોર્સના ૩૯ કેલિબર રાઉન્ડની સામે નવી તૈયાર થનાર તોપમાં બાવન કેલિબરના રાઉન્ડનો ઉપયોગ થાય છે. આ વાયર દ્વારા ઉપયોગમાં લેવાય છે જે બોફોર્સ તોપ પણ નથી કરી શકતી.