તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Loc ક્રોસ કરીને PoKમાં ઘૂસ્યા પેરા કમાન્ડો: 5 પોઈન્ટમાં જાણો ઓપરેશનની સમગ્ર સ્ટોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: પહેલીવાર LoC પાર કરીને ઈન્ડિયન આર્મીએ PoKમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. 3 કિ.મી. અંદર ઘૂસીને 5 સેક્ટરમાં 7 જગ્યાએ હુમલો કરવામાં આવ્યો છે. ભારતીય આર્મીએ પાકિસ્તાનમાં 38 આતંકીઓને મારી નાંખ્યા છે. આ ઓપરેશનનું સમગ્ર પ્લાનિંગ દિલ્હીમાં બેસીને નેશનલ સિક્યુરિટી એડ્વાઈઝર અજીત ડોભાલે કર્યું હતું. હુમલામાં કુલ ચાર કલાકનો સમય (12.30થી 4.30) લાગ્યો હતો. જવાનોની ટીમે જમીન પર ઢસડાઈને એલઓસી ક્રોસ કરી હતી.
PoKમાં 4 કલાક ચાલેલી સર્જિકલ સ્ટ્રાઈકની સમગ્ર સ્ટોરી
1. કેવી રીતે થયું સર્જિકલ સ્ટ્રાઈકનું પ્લાનિંગ?

- એજન્સીઓએ તેમને મળેલા ઈનપુટ આર્મીને આપ્યા હતા. ડોભાલે ઓપરેશન લીડ કર્યું.
- Loc પાર આંતકીઓના લોન્ચિંગ પેડને ટાર્ગેટ કરવામાં આવ્યા.
- 7 દિવસમાં અહીંથી 20 વખત ઘૂસણખોરીનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
2 આ રીતે થઈ સર્જિકલ સ્ટ્રાઈક

- કિલિંગ મશીન કહેવામાં આવતા પેરા કમાન્ડોઝનું યુનિટ બનાવવામાં આવ્યું હતું.
- Locમાં MI17 હેલિકોપ્ટરથી જવાન ઉતર્યા હતા અને ત્યારપછી તેઓ ઢસડાઈને પીઓકેમાં ઘૂસ્યા હતા.
- 3 કિ.મી. અંદર ગયા પછી જવાનોએ આતંકીઓ ઉપર ફાયરિંગ કર્યું હતું. વીડિયો પણ બનાવ્યો હતો.
3 આતંકીઓને કેટલું થયું નુકસાન

- 5 સેક્ટરમાં 7 જગ્યાએ હુમલો કરવામાં આવ્યો છે. તેમાં 38 કરતા વધારે આંતકીઓને મારવામાં આવ્યા છે.
- જે કેમ્પને તોડી પાડવામાં આવ્યા છે તેમાં આંતકીઓ ટ્રેનિંગ લઈ રહ્યા હતા.
4 પાકિસ્તાની સેનાને આપ્યો જડબાતોડ જવાબ

- સ્ટ્રાઈક દરમિયાન જ્યારે પાકિસ્તાની સૈનિકોએ તેમને રોક્યાં ત્યારે પણ ભારતીય જવાનોએ ફાયરિંગ કર્યું હતું.
- પાકની 3 ચોકીને પણ નુકસાન થયું છે. 2 પાક. સૈનિકો પણ મૃત્યુ પામ્યા છે.
5 સર્જિકલ સ્ટ્રાઈક પછી થઈ આ કાર્યવાહી

- USના વિદેશ મંત્રીએ સુષ્મા સ્વરાજને ફોન કર્યો. USના NSAએ ડોભાલને પણ ફોન કર્યો.
- મોદીએ નક્કી કરેલી MFNની મીટિંગને ટાળી દીધી અને કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી સાથે બેઠક કરી.
- આર્મીના DGMOએ સર્જિકલ સ્ટ્રાઈક થઈ હોવાનો ખુલાસો કર્યો.
સરહદ પાર આપણી સેનાના 45 વર્ષમાં 6 ઓપરેશન

- 1971: આપણી સેના બાંગ્લાદેશમાં ઘૂસી.
- 1987: 50 હજાર જવાન શ્રીલંકાના જાફનામાં ફરજ પર લાગ્યા.
- 1988: 1400 કમાન્ડો માલદીવ મોકલ્યા.
- 1995: ઉગ્રવાદીઓ સામે મ્યાનમાર ઓપરેશન કરાયું.
- 2015: ફરીથી મ્યાનમાર સીમાની અંદર જઈને કાર્યવાહી કરાઈ.
- 2016: PoKમાં સર્જિકલ સ્ટ્રાઈક.
આગળ વાંચો તમે જે જાણવા માંગો છો, તે બધું જ 5 પોઇન્ટમાં
અન્ય સમાચારો પણ છે...