• Gujarati News
  • Air Force Opration Was To Save Life Of Two Critically ill Patients At Delhi Hospital

એરફોર્સના વિમાને પુણેથી દિલ્હી પહોંચાડ્યા લિવર-કિડની,બચાવ્યા બે લોકોના જીવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ ભારતીય સૈનાથી જોડાયેલા બે લોકોના જીવ બચાવવા માટે એરફોર્સ દ્રારા એક વિશેષ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં એરફોર્સના વિમાને માત્ર દોઢ કલાકમાં પુણેથી દિલ્હી કિડની અને લિવર પહોંચાડવાનું કામ કર્યું હતું.
Related Placeholder
મધ્યરાત્રે પાર પાડ્યું ઓપરેશન

અંગ્રેજી અખબાર પ્રમાણે સૈન્યના એક નિવૃત્ત 56 વર્ષિય સૈનિકને લિવર કેંસરની સમસ્યા હતી, બીજી તરફ એક જવાનને કિડનીની જરૂર હતી. બંનને આર્મીના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. જ્યારે આર્મીના પુણે ખાતેના હોસ્પિટલમાં એક મહિલાને બ્રેન ડેડ જાહેર કરવામાં આવતા તેમના પરિવારજનોએ તમામ અંગો દાન કરવા મંજૂરી આપી હતી. જેમાંથી એક કિડની તે જ હોસ્પિટલમાં એક દર્દીને જ્યારે એક કિડની અને લિવર વિશેષ વિમાન થકી દિલ્હી મોકલવામાં આવ્યા હતા. જેને કારણે દિલ્હીમાં બંને જવાનોને ઓપરેશન થકી નવજીવન મળ્યું હતું.

અગાઉ 24 જુલાઇએ નેવીએ એક રિક્ષાચાલકનો જીવ બચાવવા એક હ્રદય તિરુવંતપુરમથી કોચ્ચી પહોંચાડ્યું હતું. આ પ્રથમ ઘટના હતી જ્યારે એક સામાન્ય નાગરિકને જીવ બચાવવા માટે એર એમ્બ્યુલેંસની સેવા આપી હોય.