તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાક. પર ભરોસો નથી, સિયાચીનમાંથી સૈનિકો ખસેડાશે નહીં : પારિકર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: સરકારે જણાવ્યું કે પાકિસ્તાન પર ભરોસો કરી શકાય નહીં, તેથી ભારત સિયાચીન ગ્લેશિયરમાંથી પોતાના સૈનિકો હટાવશે નહીં. સિયાચીનમાંથી ભારતીય સૈનિકો ખસેડી લેવાની સ્થિતિમાં પાકિસ્તાન સિયાચીનને પચાવી પાડી શકે છે. લોકસભામાં કેટલાક સભ્યોના પૂરક પ્રશ્નોના જવાબમાં સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે જણાવ્યું કે સિયાચીન ગ્લેશિયરનું સર્વોચ્ચ સ્થળ સોલ્ટોરો ઘાટ છે, જે 23 હજાર ફૂટની ઊંચાઇએ આવેલો છે.

તેમણે જણાવ્યું કે જો અમે સિયાચીન ખાલી કરીએ તો દુશ્મન એ મોરચા પર કબજો કરી શકે છે અને તે ત્યાં સંરક્ષણ રીતે લાભની સ્થિતિમાં આવી જશે અને અમને ભારે નુકસાન સહન કરવું પડશે. અમારી પાસે 1984નો અનુભવ છે.

પારિકરે જણાવ્યું કે અમે જાણીએ છીએ કે અમારે કિંમત ચૂકવવી પડી અને અમે પોતાના સશસ્ત્ર દળોના જવાનોને સલામ કરીએ છીએ પરંતુ અમે આ મોરચાએ અડીખમ રહીશું. આપણે આ મોરચાએ જવાનો તૈનાત રાખવા છે. સંરક્ષણની રીતે આ મહત્વનું સ્થળ છે. હું સમજતો નથી કે આ ગૃહમાં કોઇને પણ પાકિસ્તાનની વાતો પર ભરોસો હશે.

સિચાચીનમાં 915 લોકોએ જીવ ગુમાવવા પડ્યા

સંરક્ષણ પ્રધાને જણાવ્યું કે છેલ્લાં 32 વર્ષમાં સિયાચીનમાં 915 લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે. સિયાચીન ગ્લેશિયરમાં સેવારત સૈનિકોને સતત ચિકિત્સા સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જે સામાન્ય ચિકિત્સા સુવિધાથી છ ગણી વધુ છે.
અન્ય સમાચારો પણ છે...