તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જરૂર પડ્યે પાક. પર અણુ હુમલો કરશે ભારત: US એક્સપર્ટ્સ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વોશિંગ્ટન: અમેરિકાના નિષ્ણાતોનું માનવું છે કે, અણુ હથિયારોનો પ્રથમ ઉપયોગ નહીં કરવાની પોલિસી બદલી શકે છે. જરૂર પડ્યે ભારત દ્વારા પાકિસ્તાન પર અણુ હથિયારથી હુમલો કરી શકે છે. 

પાકિસ્તાનને તક પણ નહીં આપે 

- મેસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટમાં સાઉથ એશિયન ન્યુક્લિયર સ્ટ્રેટજીના એક્સપર્ટ વિપિન નારંગે વોશિંગ્ટનની કાર્નેગિ ઈન્ટરનેશનલ ન્યૂક્લિયર પોલિસી કોન્ફરન્સમાં ભારતની ન્યુક્લિયર પોલિસી અંગે ચર્ચા કરી હતી. 
- નારંગના કહેવા પ્રમાણે, "પાકિસ્તાનને પરમાણુ હથિયારથી વાર કરવાની તક ભારત નહીં આવે. આ માટે જરૂર પડ્યે ભારત પ્રથમ અણુ હથિયારનો ઉપયોગ નહીં કરવાની નીતિથી હટી શકે છે અને પાકિસ્તાન પર હુમલો પણ કરી શકે છે. 
- નારગના કહેવા પ્રમાણે, "જો ભારત દ્વારા પાકિસ્તાન પર હુમલો કરવામાં આવશે તો અગાઉની જેમ સર્જિકલ સ્ટ્રાઈક જેવો હુમલો નહીં હોય. પરંતુ પાકિસ્તાનના મિસાઈલ લોન્ચર્સ તથા ન્યુક્લિયર વોર-હેડ્સને ટાર્ગેટ કરશે." 
- "જો ભારત વાર કરશે તો પાકિસ્તાનના અણુ હથિયારોનો પૂર્ણપણે નાશ કરવા ઈચ્છશે."
 
અગાઉ પણ થઈ છે ચર્ચા
 
- અગાઉ ભારતના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનને વર્ષ 2016માં તેમના પુસ્તક "ચોઈસ : ઈનસાઈડ ધ મેકિંગ ઓફ ઈન્ડિયન ફોરેન પોલિસી "માં આ શક્યતાનો ઉલ્લેખ કર્યો હતો. 
- મેનને ઉમેર્યું હતું, "આ એવો મુદ્દો છે, જેને અવગણી ન શ કાય. આ પ્રકારની સ્થિતિમાં ભારત પહેલ કરે તેવી શક્યતા છે."
- "દક્ષિણ એશિયાના અણુ હથિયારોની સ્થિતિ અંગે આપણી વિચારસરણી પરંપરાગત જ રહી  છે. આ વિસ્તારમાં સૌ પહેલા અણુ હથિયારનો ઉપયોગ કોણ કરે, તે અંગે ભારતે ભારે વિચારણા કરવાની જરૂર છે. ભારત ઈચ્છે છે કે, કોઈપણ સંજોગમાં પાકિસ્તાનને સૌ પહેલા અણુ હથિયારનો ઉપયોગ કરવાની તક ન મળે."
- "જો ભારત આ વ્યૂહરચના પર આગળ વધે તો તે દેશની વિદેશનીતિમાં બહુ મોટું પરિવર્તન હશે. "
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો