વર્ષાંત સુધીમાં ભારતને મળી જશે બે વિમાનવાહક જહાજ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતના સંરક્ષણપ્રધાન શનિવારે પણજીમમાં હતા. અહીં તેમણે વિમાનવાહક જહાજ માટે ઔપચારિક રીતે ફાઈટર વિમાન મીગ-29કે સક્વોર્ડનની સોંપણી કરી હતી. આ સાથે જ તેમણે જાહેરાત કરી હતી કે, ઓગસ્ટ મહિનામાં ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ તરતું થઈ જશે. ઉપરાંત રશિયા પાસેથી ખરીદવામાં આવેલ વિમાનવાહક જહાજ વિક્રમાદિત્ય વર્ષાંત સુધીમાં ભારતને મળી જશે.

મિગ-29કેને 'બ્લેક પેન્થર' એવું હુલામણું નામ આપવામાં આવ્યું છે. તેને ઔપચારિક રીતે 'આઈએનએએસ 303' તરીકે ઓળખવામાં આવશે. વિમાનમાં એન્ટી એરક્રાફ્ટ અને એન્ટી શીપ ગન્સ તહેનાત હશે. તેમાં બોમ્બ ફેંકવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

એન્ટોનીના કહેવા પ્રમાણે, તા. 12મી ઓગસ્ટે પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ લોન્ચ કરવામાં આવશે. તે કોચ્ચી ખાતેથી તરતું મુકાશે આ અંગે વધુ કાંઈ એન્ટોનીએ કહ્યું ન હતું. તેમણે ઉમેર્યું હતું કે, દેશના સશસ્ત્ર દળોની આધુનિક્તા ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. હાલમાં નેવીના આધુનિકરણ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. નેવી ગમે તેવા પડકારને પહોંચી વળવા માટે સક્ષમ છે.