તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોકલામ વિવાદ દરમિયાન ચીનની લાઈવ ફાયર ડ્રિલ માત્ર દેખાડો હતી: એક્સપર્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોંગકોંગ: ડોકલામ વિવાદ દરમિયાન તિબેટ અને હિંદ મહાસાગરમાં ચીનની લાઈવ ફાયર ડ્રિલ માત્ર એક દેખાડો હતી. ચીનની આર્મી PLA (પિપુલ્સ લિબરેશન આર્મી) પર નજર રાખનાર વેસ્ટર્ન મિલેટ્રી એક્સપર્ટે આ વાત જણાવી હતી. નોંધનીય છે કે, બેઈજિંગની સરકારી મીડિયા પ્રમાણે PLAએ જ આ ડ્રિલ પૂરી કરી હતી. 
 
ચીની સૈનિકોએ માત્ર કારતૂસોનો કર્યો હતો ઉપયોગ...
 
- ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન મિલેટ્રી એક્સપર્ટનું કહેવું છે કે, તિબેટ ઓટોનોમ્સ રીઝન (TAR) અને હિંદ મહાસાગરના વેસ્ટર્ન પાર્ટમાં કરવામાં આવેલી એક્સરસાઈઝ દરમિયાન ચીની સૈનિકોએ માત્ર કારતૂસોનો ઉપયોગ કર્યો હતો. આ ડ્રિલના ન્યૂઝ ભારત પર પ્રેશર ઊભું કરવા માટે ફેલાવવામાં આવ્યા હતા. સૈનિકોની લાઈવ ફાયર ડ્રિલને ચીન સરકારે પ્રચાર-પ્રસાર તરીકે ઉપયોગ કરી હતી.
- નોંધનીય છે કે, આ ડ્રીલના ન્યૂઝ ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સ, ચાઈના સેન્ટ્રલ ટેલીવિઝન અને ન્યૂઝ એજન્સી શિન્હુઆએ પબ્લિશ કરી હતી.
 
ભારતે ચીન સામે ઊભા રહેવાની હિંમત કરી હતી

- એક્સપર્ટનું કહેવું છે કે, ચીન મીડિયાનું એવું માનવું હતું કે, ભારતે ડોકલામમાં ચીનની ગતિવિધિયો સામે ઊભા રહેવાની હિંમત કરી હતી અને તેથી તેણે તેની કિંમત ચૂકવવી જોઈએ.
- તિબેટ ઓટોનોમ્સ રિજનમાં જે ડ્રિલ કરવામાં આવી હતી તેનું એનાલિસિસ એ સ્પષ્ટ છે કે, નોન-પ્રોફેશનલ એક્ટ 'કટ એન્ડ પેસ્ટ' નોકરીઓ જેવુ છે, જે ચીનમાં ઘણાં વર્ષોથી ચાલી રહ્યું છે. 
અન્ય સમાચારો પણ છે...