• Gujarati News
  • Omar Abdullah Slams Singhvi Statement On Sunny Leone

સિંઘવી બોલ્યા : સન્ની લિયોનીને ન બનાવો યુથ આઈકોન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવીદિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહે બોલિવુડ એક્ટર સન્ની લિયોની અંગે કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કરેલા ટ્વિટની ટીકા કરી છે. ઉમરે ટ્વિટ કરીને લખ્યું, "મને લાગ્યું કે આ બનાવટી ટ્વિટર એકાઉન્ટ છે. પરંતુ તે બનાવટી નથી. આવું ટ્વિટ કરવાની શું જરૂર હતી?" સિંઘવીએ ટ્વિટ કર્યું હતું, "આપણે સતર્ક રહેવાની જરૂર છે કે સન્ની લિયોની જેવા પશ્ચિમી દેશોમાં રિજેક્ટ થયેલા લોકોને ભારતીય સંસ્કૃત્તિના પ્રતિક કે બોલિવુડ આઈકોન ન બનાવવા જોઈએ. "

ઉલ્લેખનીય છે કે, સન્ની લિયોનીની ફિલ્મ 'એક પહેલી લીલા' શુક્રવારે રિલીઝ થઈ. આ ફિલ્મમાં તેણી રાજસ્થાની પૃષ્ઠભૂમિમાં પાત્ર ભજવી રહી છે. ફિલ્મના કેટલાક ભાગોમાં તેણી રાજસ્થાની પણ બોલી રહી છે. સન્ની લિયોની અમેરિકામાં પોર્ન ફિલ્મોમાં કામ કરતી. પરંતુ કેટલાક વર્ષો પહેલા ભારતના રિયાલ્ટી શો 'બિગ બોસ'ને જોયા બાદ તેણી બોલિવુડમાં સક્રિય થઈ ગઈ છે.