મોદીથી પ્રભાવિત થઈ 121 વર્ષના દેશના સૌથી મોટા બુઝુર્ગે પ્રથમ વખત આપ્યો વોટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વારાણસીઃ ભારતના સૌથી વૃદ્ધ વ્યક્તિ 121 વર્ષીય શિવાનંદ બાબાએ જીવનમાં પ્રથમ વખત વોટ આપ્યો. Divyabhaskar.com સાથે થયેલી એક્સક્લુસિવ વાતચીતમાં તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી દેશમાં સિસ્ટમ સામે નારાજગી હોવાથી વોટ નહોતો આપતો. હવે નરેન્દ્ર મોદીથી ઈન્સ્પાયર થઈને વોટ આપ્યો છે.
 
શું કહ્યું બાબા શિવાનંદે
 
બાબાએ જણાવ્યું કે, ચૂંટણીમાં વોટ નાંખવાનો મુદ્દો ભૂખમરો (દેશમાં કોઈ ભૂખ્યો ન સૂવે), ઘર (તમામને ઘર મળવું જોઈએ), રોજગારી (ભીખારીઓથી લઈ મજબૂરોને રોજગારી મળવી જોઈએ), ભ્રષ્ટાચાર (નાના-નાના એકમો, મોટા સરકારી ભવનો સુધી સમાપ્ત થવો જોઈએ), જાતિવાદ (જાતિની દિવાલો હટાવી તમામને એક સમાન અધિકાર આપવો જોઈએ), યુપીમાં જે સરકાર બને તે ધર્મ, જાતિથી દૂર રહીને કામ કરે. જેમકે દેશ માટે નોટબંધીનો ફેંસલો. યુપીથી પરિવારવાદની રાજનીતિ ખતમ થવી જોઈએ.
 
ભૂખમરાથી થયું હતું મા-બાપનું મોત
 
- બાબાના કહેવા મુજબ, તેમનો જન્મ 8 ઓગસ્ટ, 1896ના રોજ બાંગ્લાદેશના શ્રીહટ્ટ જિલ્લામાં એક ગરીબ પરિવારમાં થયો હતો.
- મા-બાપ ભીખ માંગીને ઘર ચલાવતા હતા, તેથી ક્યારેય પેટ ભરાતું નહોતું.
- ગરીબીના કારણે તેમણે મને બાબા ગુરુદેવને સોંપી દીધો.
- 1903માં જ્યારે તે પોતાના ગામ શ્રીહટ્ટ પરત ગયા ત્યારે ખબર પડી કે ભૂખના કારણે મા-બાપનું અવસાન થઈ ચૂક્યું હતું.
- જે બાદ બાબા પરત આશ્રમમાં આવ્યા અને 1907માં ગુરુજીથી દીક્ષા લીધી.
- 1977માં ગુરુજીના મોત બાદ વૃંદાવન આવ્યા. 1979માં તેઓ કાશી આવ્યા અને અહીંયા જ રહેવા લાગ્યા.
- કાશીના કબીરનગર મોહલ્લામાં એક આશ્રમમાં બાબા અનેક વર્ષો સુધી રહ્યા.
- બાબાના ઈન્ટરનેશનલ પાસપોર્ટ (નં J-0997766)માં પણ તેમની ઉંમરનો ઉલ્લેખ છે.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, બાબા શિવાનંદની તસવીરો...
અન્ય સમાચારો પણ છે...