તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • India S First Solar Powered Environment Friendly DEMU Trains Introduced In Delhi By Railway

સૌર ઊર્જાથી ચાલતી દેશની પ્રથમ ડેમુ ટ્રેન લોન્ચ, વર્ષે 21,000 લીટર ડીઝલની બચત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ રેલવે દ્વારા સોલર પાવર સિસ્ટમથી ચાલતી દેશની પ્રથમ ટ્રેન લોન્ચ કરવામાં આવી છે. રેલમંત્રી સુરેશ પ્રભુએ શુક્રવારે સ્પેશિયલ ડીએમયૂ (ડીઝલ-ઈલેક્ટ્રિક મલ્ટીપલ યૂનિટ) ટ્રેનને દિલ્હીના સફદરગંજ સ્ટેશન પરથી લીલીઝંડી બતાવી હતી. આ ટ્રેનમાં કુલ  10 કોચ છે. જેમાં 8 કોચની છત પર 16 સોલર પેનલ લાગેલી છે. સૂર્ય પ્રકાશ દ્વારા તેમાંથી 300 વોટ વીજળી બનશે અને કોચમાં લાગેલી બેટરી બેંક ચાર્જ થશે. જેનાથી તમામ લાઈટ, પંખા અને ઈન્ફોર્મેશન સિસ્ટમ ચાલશે. આ ટ્રેનથી દર વર્ષે 21 હજાર લીટર ડીઝલની બચત થશે. આ ટ્રેન દિલ્હીના સરાયા રોહિલ્લા સ્ટેશનથી હરિયાણાના ફારુખ નગર સ્ટેશન વચ્ચે આવ-જા કરશે. ટ્રેનની મહત્તમ સ્પીડ 110 કિ.મી. પ્રતિ કલાક હશે.
 
અલગથી ડીઝલ જનરેટર નહીં લગાવવું પડે
 
સુરેશ પ્રભુએ કહ્યું કે, ઈન્ડિયન રેલવેને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બનાવવા માટે આ મોટી છલાંગ છે. અમે ઊર્જાના બિન પરંપરાગત સ્ત્રોતને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. ડેમુ ટ્રેન મલ્ટીપલ યૂનિટ ટ્રેન છે, તેમાં એન્જિન દ્વારા વીજળી પૂરી પાડવામાં આવે છે. આ માટે એન્જિનમાં અલગથી ડીઝલ જનરેટર લગાવવું પડે છે, પરંતુ હવે તેની જરૂર નહીં પડે.
 
6 મહિનામાં 24 કોચ મળશે
 
ઈન્ડિયન રેલવેઝ ઓર્ગેનાઈઝેશન ઓફ અલટરનેટિવ ફ્યૂલ (IOF) દ્વારા સોલર પેનલ તૈયાર કરીને કોચની છત પર લગાવવામાં આવી છે. 1600 હોર્સ પાવરની તાકાત ધરાવતી આ ટ્રેન ચેન્નઈની કોચ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવી છે. આગામી 6 મહિનામાં આવા બીજા 24 કોચ રેલવેને મળશે. કોચમાં લાગેલી સોલર પેનલની લાઈફ 25 વર્ષ છે. ટ્રેનને તૈયાર કરવામાં આશરે 13.54 કરોડ રૂપિયા ખર્ચ થયો છે. એક પેસેન્જર કોચની કિંમત આશરે 1 કરોડ રૂપિયા છે.
 
ટ્રેનમાં અન્ય કઈ ફેસિલિટી
 
સોલર એનર્જી ઉપરાંત તમામ કોચમાં બોયોટોયલેટ, વોટર રિસાઇક્લિંગ, વેસ્ટ ડિસ્પોઝલ, બાયો ફ્યૂલ (NLG, LNG) અને વિન્ડ એનર્જીના ઉપયોગનો પણ પ્રબંધ કરવામાં આવ્યો છે. ટ્રેનના એક કોચમાં 89 લોકો ટ્રાવેલ કરી શકે છે. સોલર પાવરને મજબૂતી આપવા ટ્રેનમાં સ્માર્ટ ઈન્વર્ટર લગાવવામાં આવ્યા છે. જેનાથી વધારે વીજળી પેદા કરવામાં મદદ મળશે. ઉપરાંત બેટરી બેંક રાતના સમયે કોચનો પૂરો ઈલેક્ટ્રિસિટી લોડ ઉપાડી શકશે.
 
દર વર્ષે 21 હજાર લીટર ડીઝલ બચશે
 
ડીએમયૂ ટ્રેનમાં હવે ઈલેક્ટ્રિસિટી માટે અલગથી જનરેટરની જરૂર નહીં પડે. ડીઝલની માંગ ઘટવાથી કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે. સોલર એનર્જી દ્વારા દર વર્ષે કોચમાંથી નીકળતા 9 ટન કાર્બન ડાયોક્સાઈડને રોકી શકાશે. દર વર્ષે 21000 લીટર ડીઝલની બચત થશે.
 
રેલવેની ઈન્ટીગ્રેટેડ એપ પણ થઈ શરૂ
 
રેલવેએ શુક્રવારે ઈન્ટીગ્રેટેડ મોબાઇલ એપ (રેલ સારથી) લોન્ચ કરી. તેમાં પેસેન્જર્સને ટિકિટ બુકિંગ, પૂછપરછ, કોચની સાફસફાઈ, ફૂડ ઓર્ડર જેવી ફેસિલિટી એક સાથે મળશે. ઉપરાંત તેમાં મહિલાઓની સેફ્ટી માટે વિશેષ ઓપ્શન પણ આપવામાં આવ્યા છે.  સુરેશ પ્રભુએ જણાવ્યું કે રેલ સારથી એપથી એર ટિકિટ પણ બુક કરાવી શકાશે.
અન્ય સમાચારો પણ છે...