દેશ હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે: વડાપ્રધાન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હતાશ લોકો સરકાર સામે અફવા ફેલાવી રહ્યા છે: મનમોહનસિંઘ - કોંગ્રેસ કારોબારીની બેઠકમાં અણ્ણા-રામદેવ પર પ્રહાર - મનમોહને કહ્યું કે અફવા ફેલાવનારાઓ સામે સખત કાર્યવાહી જરૂરી વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા અને ઈરાન સાથે તનાવને કારણે ક્રૂડ ઓઈલના વધેલા ભાવને ટાંકીને વડાપ્રધાન મનમોહનસિંઘે સોમવારે કહ્યું હતું કે ભારત ‘મુશ્કેલ સમયમાંથી’ પસાર થઈ રહ્યું છે. જોકે આ સાથે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ‘પરીક્ષા’ની આ ઘડી પણ પસાર થઈ જશે. બીજી તરફ અણ્ણા હજારે અને બાબા રામદેવની સંયુક્ત રેલીના એક દિવસ બાદ વળતો પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું છે કે હતાશ થયેલા લોકો સરકારની સામે અફવા ફેલાવી રહ્યા છે. આવા લોકો સામે સખત કાર્યવાહી કરવાની જરૂર છે. કોંગ્રેસ કારોબારીની સોમવારે મળેલી બેઠકમાં કેન્દ્ર સરકાર અને કોંગ્રેસે ટીમ અણ્ણા અને રામદેવ પર વળતો પ્રહાર કર્યો હતો. બેઠકમાં સૌપ્રથમ પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીએ તેમના સંબોધનમાં વડાપ્રધાનનો બચાવ કરતા કહ્યું કે સરકાર સામે વપિક્ષો ષડ્યંત્ર રચી રહ્યાં છે. વડાપ્રધાન મનમોહનસિંઘે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર, કોંગ્રેસ અને સરકારના સાથી પક્ષોને ષડયંત્રનો શિકાર બનાવાઈ રહ્યા છે.- વડાપ્રધાનનું નિવેદનટીમ અણ્ણા અને રામદેવ અંગે (નામ લીધા વિના)- કેટલાક હતાશ થયેલા લોકો સરકાર સામે સતત અફવાઓ ફેલાવવામાં લાગી ગયા છે. - વિદેશોમાં જમા કાળાં નાણાં અંગે જે આંકડા કહેવાઈ રહ્યા છે તે માત્ર કાલ્પનિક છે. - વિદેશોમાં જમા બધું જ કાળું નાણું એક સાથે દેશમાં લાવવું શક્ય નથી.સરકાર વિશે- સરકારે ભ્રષ્ટાચાર સામે મોરચો ખોલ્યો છે. વહીવટમાં પારદર્શકતા લાવવાના શક્ય એટલા પ્રયાસ થઈ રહ્યા છે. કાયદા અને વહીવટી મોરચા પર કરવામાં આવેલી કાર્યવાહી તેનો પુરાવો છે. - અર્થવ્યવસ્થા હજી મુશ્કેલ તબક્કામાં છે. તેના માટે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ જવાબદાર છે. તેના પર અમારો અંકુશ નથી. - આ આપણા માટે પરીક્ષાની ઘડી છે. આપણે પોતાના પર વિશ્વાસ જાળવી રાખવો પડશે. - પક્ષના કાર્યકરો અફવાઓના જવાબમાં સરકારની હકીકત લોકો સુધી પહોંચાડે.- વડાપ્રધાનના બચાવમાં સોનિયાનું નિવેદન- વિપક્ષો અને કોંગ્રેસ વિરોધીઓ ષડ્યંત્રના ભાગરૂપે વડાપ્રધાન, યુપીએ, સરકાર, સંગઠન અને સાથી પક્ષો પર પાયાવગરના આરોપ મૂકી રહ્યા છે. - સરકાર અને પક્ષના સ્તર પર તેનો મજબૂત રીતે સામનો કરવો પડશે. - બાવીસમી મેના રોજ યુપીએ સરકારે તેના બીજા કાર્યકાળના ત્રણ વર્ષ પૂરા થવા નિમિત્તે જે રિપોર્ટ કાર્ડ રજુ કર્યું તે સફળતાઓનો દસ્તાવેજ છે. - નીતિઓ ઘડવી એક વાત છે, તે લાગુ કઈ રીતે થાય છે તે જોવું વધારે જરૂરી છે. પરંતુ મોટાભાગની નીતિ લાગુ કરવામાં રાજ્યોની ભૂમિકા હોય છે. - તેમાં બિન-કોંગ્રેસી સરકાર અપેક્ષા મુજબ સહકાર આપતી નથી. તેમ છતાં કેન્દ્ર સરકાર તેના તરફથી કોઈ ખામી રહેવા નહીં દે.