આર્થિક સ્વતંત્રતાની બાબતે ભારત વિશ્વમાં ૧૧૧મા ક્રમે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ફ્રેઝર ઈન્સ્ટિ. દ્વારા ૧૪૪ દેશોના ઈન્ડેકસનું તારણ : હોંગકોંગ સતત બીજા વર્ષે ટોચ પર આર્થિક સ્વતંત્રતાની બાબતે વિશ્વમાં ભારત ખૂબ જ નીચા ૧૧૧મા ક્રમ પર છે. ચીન, નેપાળ, બાંગ્લાદેશ જેવા દેશો કરતાં પણ ભારત પાછળ છે. વિશ્વના ૧૪૪ દેશોના તૈયાર કરાયેલા ઈન્ડેકસમાં આ દાવો કરાયો છે. ભારતનું રેન્કિંગ આ ઈન્ડેકસમાં ગયા વર્ષે ૧૦૩ હતું જ્યાંથી ઘટીને હવે ૧૧૧મું થઈ ગયું છે. હોંગકોંગ ગયા વર્ષે પણ ટોચના ક્રમ પર હતું. હોંગકોંગે આ વર્ષે ૧૦માંથી ૮.૯૦નો સ્કોર કર્યો છે. કેનેડા સ્થિત જાહેર નીતિગત બાબતોની થિન્ક ટેન્ક એવી સંસ્થા ફ્રેઝર ઈન્સ્ટિટ્યૂટ દ્વારા આ ઈન્ડેકસ તૈયાર કરવામાં આવ્યો છે. ‘ઈકોનોમિક ફ્રીડમ ઓફ ધ વર્લ્ડ : ૨૦૧૨’ શીર્ષક સાથેના આ વાર્ષિક રેન્કિંગમાં હોંગકોંગ ટોચના ક્રમ પર છે. સિંગાપોર બીજા ક્રમે છે. ત્યારપછી ન્યૂઝીલેન્ડ, સ્વીટ્ઝરલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો ટોચના પાંચ દેશોમાં સમાવેશ છે. ફ્રેઝર ઈન્સ્ટિટ્યૂટે ૯૦ દેશોમાં અન્ય સ્વતંત્ર ઈન્સ્ટિટ્યૂટના સહયોગમાં આ સર્વે પાર પાડ્યો છે. કેનેડા આ યાદીમાં છઠ્ઠા ક્રમ પર રહ્યું છે. ભારત ઉપરાંત પાકિસ્તાન અને ઈરાન પણ ૧૧૧મા ક્રમ પર જ છે. આર્થિક સ્વતંત્રતાના મામલે ભારતે ૬.૨૬નું રેટિંગ મેળવ્યું છે, જ્યારે વૈશ્વિક સરેરાશ સ્કોર ૬.૮૩નો છે. ચીન ૬.૩૫ના સ્કોર સાથે ભારતથી થોડું આગળ ૧૦૭મા ક્રમ પર છે. બાંગ્લાદેશ ૬.૩૪ સ્કોર સાથે ૧૦૯મા ક્રમ પર અને નેપાળ ૬.૩૩ના સ્કોર સાથે ૧૧૦મા ક્રમ પર રહ્યું છે. સૌથી ઓછું આર્થિક સ્વાતંત્રય મ્યાનમાર, ઝિમ્બાબ્વે, કોંગો, અંગોલા જેવા દેશોમાં જોવા મળ્યું છે. - આર્થિક સ્વાતંત્રય ક્યાં ક્રમ દેશ સ્કોર (૧૦માંથી) ૧. હોંગકોંગ ૮.૯૦ ૨. સિંગાપોર ૮.૬૯ ૩. ન્યૂઝીલેન્ડ ૮.૩૬ ૪. સ્વીટ્ઝરલેન્ડ ૮.૨૪ ૫. ઓસ્ટ્રેલિયા ૭.૯૭ ૬. કેનેડા ૭.૯૭ ૭. બહેરીન ૭.૯૪ ૮. મોરિશિયસ ૭.૯૦ ૯. ફિનલેન્ડ ૭.૮૮ ૧૦. ચિલી ૭.૮૪ - અન્ય મહત્વના દેશો દેશ ક્રમ અમેરિકા ૧૮ જાપાન ૨૦ જર્મની ૩૧ કોરિયા ૩૭ ફ્રાન્સ ૪૭ ઈટાલી ૮૩ મેક્સિકો ૯૧ દેશ ક્રમ રશિયા ૯૫ બ્રાઝિલ ૧૦૫ ચીન ૧૦૭ બાંગ્લાદેશ ૧૦૯ નેપાળ ૧૧૦ ભારત ૧૧૧ પાકિસ્તાન ૧૧૧