તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતનાં વિરોધ એક તરફ, અમેરિકી સરકારે પાક.ને F-16 જેટ વેચવાની આપી મંજૂરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોશિંગ્ટન/નવી દિલ્હીઃ ભારતનાં ભારે વિરોધ છતા બરાક ઓબામા પ્રશાસને પાકિસ્તાનને એફ-16 ફાઈટર જેટ વેચવાનાં સોદાને લગભગ મંજૂરી આપી દીધી છે. અહેવાલો પ્રમાણે, અમેરિકી સરકારે શનિવારે એક ઔપચારિક ફેડરલ નોટિફિકેશન પ્રકાશિત કર્યું હતું. તેમાં પાકિસ્તાનને પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ આઠ ફાઇટર જેટ વેચવાની મંજૂરી આપવામાં આવી છે. આ સોદાને ફાઈનલ કરવાને અમેરિકાનાં મહત્વના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન સાથે 70 કરોડનો સોદો કરી રહ્યું છે અમેરિકા...
- ઓબામા સરકારે સોદાને સાઉથ એશિયામાં પોતાની નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા લક્ષ્યાંકનો હવાલો આપતા સ્ટ્રેટેજિક પાર્ટનરનાં સુરક્ષા પગલાં માટે જરૂરી ગણાવ્યો.
- 70 કરોડ ડોલરનાં આ સોદા હેઠળ પાકિસ્તાન લોકહીડ માર્ટિન ગ્રુપનાં આ પ્લેન ઉપરાંત રડાર અને અન્ય સાધનો પણ મળશે.
રિપબ્લિકન સેનેટરે ઉઠાવ્યા હતા સોદા પર સવાલ

- રિપબ્લિકન સેનેટર રેન્ડ પોલે પાકિસ્તાનને વિશ્વસનીય જણાવતા તેને ફાઈટર્સ વેચાણ પર પ્રતિબંધ લગાવવાની ફરીથી માંગ કરી હતી.
- તેઓએ કહ્યું હતુ, 'અમેરિકા ભલે પાકિસ્તાનને કરોડો ડોલર પ્રદાન કરે, પરંતુ તેની ઇન્ટેલિજન્સ એજન્સી આતંકવાદીઓની જ મદદ કરતી રહેશે.'
- સેનેટર પોલ થોડા સમય પહેલા પોતાની પાર્ટી તરફથી અમેરિકી પ્રમુખપદના ઉમેદવારની રેસમાં સામેલ હતા.
- પોલે જ પાકિસ્તાનને એફ-16નાં વેચાણને અટકાવવાની માંગ કરતો સેનેટ સંયુક્ત ઠરાવ રજૂ કર્યો હતો.
- મહત્વની વાત એ છે કે, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની ફોરેન રિલેશન પર બનેલી સમિતિએ પણ ઓબામા સરકારનાં નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા.
શું કહ્યું હતુ સેનેટર પોલે?

- 'પાકિસ્તાન અને અમેરિકાનાં સંબંધો હંમેશા મુશ્કેલીવાળા રહ્યા છે. જો કે, પાકિસ્તાન સરકાર અમેરિકાને આતંકવાદ વિરુદ્ધનાં યુદ્ધમાં સાથીદાર માને છે. પરંતુ પાકિસ્તાનનાં વર્તનથી કંઈક અલગ જ મતલબ સૂચિત કરે છે.'
- 'આપણે તેને કરોડોની મદદ કરી ચૂક્યા છીએ, પરંતુ પાકિસ્તાની આર્મી અને ઈન્ટેલિજન્સ કાયમ તાલિબાન અને આતંકવાદીઓની મદદ કરતી આવી છે. પાકિસ્તાનનું બેવડું વલણ છે. અન્ય અમેરિકી સાંસદ પણ પાકિસ્તાન પર સવાલ ઉઠાવતા રહ્યા છે.'
ફેબ્રુઆરીમાં પેન્ટાગોને કહ્યું હતો નિર્ણય

- 12 ફેબ્રુઆરીએ અમેરિકી સંરક્ષણ મુખ્યાલય પેન્ટાગોને પાકિસ્તાનને એફ-16 આપવાનો સોદો ફાઈનલ કર્યો. તેને સંસદમાં સૂચિત પણ કરાવી દીધો. આ પ્લેન દરેક પ્રકારનાં વાતાવરણમાં હુમલો કરી શકે છે.
- ઓબામા પ્રશાસને આ નિર્ણય બાદ ભારતે દિલ્હીમાં રહેલા અમેરિકી રાજદૂતને હુકમ કર્યો હતો.
- ત્યારે ભારતે તેને કહ્યું હતું, 'પાકિસ્તાનનો રેકોર્ડ જણાવે છે કે, તે હથિયાર વેચવા લાયક દેશ નથી. અમે ઓબામા પ્રશાસનનાં નિર્ણયથી નિરાશ છીએ.'
પાકિસ્તાનને 14 વર્ષમાં અમેરિકાએ કરી 1823 અબજ રૂપિયાની મદદ

- અમેરિકી સાંસદો પ્રમાણે, અમેરિકા 2001માં ન્યૂયોર્ક વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર અલ કાયદાનાં હુમલા બાદથી પાકિસ્તાનને 1820 અબજ રૂપિયાની મદદ કરી ચૂક્યું છે.
- આરોપ છે કે, પાકિસ્તાને મોટાભાગની મદદનો ઉપયોગ ભારત વિરુદ્ધ શક્તિ વધારવા અને સરકારી ખર્ચા કાઢવામાં કર્યો છે.
- ઉદાહરણ માટે ગત વર્ષે અમેરિકા પાસેથી મળેલા 50 કરોડ રૂપિયા સરકારે બિલ અને પેમેન્ટ કરવા અને વિદેશી મહેમાનોને ભેટ આપવામાં ખર્ચી નાખ્યા.
આગળની સ્લાઈડ્સમાં વાંચોઃ એફ-16 અને ભારતને મળનાર રફેલમાં કેટલો હશે તફાવત?
અન્ય સમાચારો પણ છે...