તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવૃત્તિ માટે ભારત સૌથી ખરાબ દેશ, સ્વિટ્ઝરલેન્ડ છે આગળ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ નિવૃત્તિ માટે ભારત સૌથી ખરાબ દેશ છે. નેટિક્સિસ ગ્લોબલ એસેટ મેનેજમેન્ટના ચોથા વાર્ષિક ગ્લોબલ રિટાયરમેન્ટ ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક સૌથી નીચે છે. જ્યારે નિવૃત્તિ માટે સૌથી શ્રેષ્ઠ દેશમાં સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે અને આઈસલેન્ડ ટોપ પર છે. આ યાદીમાં અમેરિકા 14માં ક્રમ પર છે. નેટિક્સિસે રિટાયરમેન્ટ ઇન્ડેક્સમાં 43 દેશને સામેલ કર્યા છે. તેમાં 34 દેશ આઈએમએફના એડવાન્સ્ડ ઇકોનોમી, ઓઈસીડીમાંથી પાંચ અને બ્રિક્સના ચાર દેશ સામેલ છે. વિતેલા વર્ષે નેટિક્સિસે ઇન્ડેક્સમાં 150 દેશને સામેલ કર્યા હતા.
ભારતનો રેન્ક 88 જે બ્રિક્સ દેશમાં સૌથી ખરાબ પ્રદર્શન ધરાવતો દેશ ગણાયો

ગત વર્ષે 150 દેશની વચ્ચે થયેલા સર્વેમાં ભારતનો રેન્ક 88 અને તે બ્રિક્સ દેશમાં સૌથી ખરાબ પ્રદર્શન ધરાવતો દેશ હતો. નેટિક્સિસને ચાલુ વર્ષે સર્વેની પ્રક્રિયામાં થોડો ફેરફાર કર્યો છે. આ વખતે પ્રક્રિયામાં ત્રણ વર્ષની જગ્યાએ પાંચ વર્ષના સરેરાશ રીયલ ઇન્ટ્રેસ્ટ અને ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર, એન્યુઅલ રિટાયરમેન્ટ ઇન્ડેક્સ નિવૃત્ત થઈ ગયેલા અને થનારા લોકો માટે ગ્લોબલ બેન્ચમાર્ક નક્કી કર્યો છે. તેને આધારે નિવૃત્તિ બાદ તેની જરૂરિયાત, ધારણા અને વિશ્વાસને પૂરા કરનાર દેશનું આકલન અને તેની તુલના કરવામાં આવી છે.
રતમાં 10 કરોડથી વધારે વૃદ્ધ

2014માં ભારતમાં વૃદ્ધોની સંખ્યા 10 કરોડ કરતાં વધારે થઈ ગઈ છે. તેમાંથી અડધા ગરીબી રેખા નીચે જીવે છે. અહેવાલ અનુસાર 2021 સુધી વૃદ્ધોની સંખ્યા 14.3 કરોડ થઈ જશે. હેલ્પએજ ઇન્ડિયાના વિતેલા વર્ષે આવેલ અહેવાલ અનુસાર 2050 સુધી ભારતની જનસંખ્યામાં કુલ 20 ટકા જનસંખ્યા વૃદ્ધોની હશે.

હેલ્થ રેન્કમાં પણ સૌથી ખરાબ

જીઆરઆઈના સબ-ઇન્ડેક્સ હેલ્થમાં પણ ઇન્ડિયાનું પરફોર્મન્સ 43 દેશમાં સૌથી નીચે છે. હેલ્થ ઇન્ડેક્સમાં ઇન્ડિયાનો સ્કોર લેવલ 4 ટકા રહ્યો. આ ચાલુ વર્ષે જીઆરઆઈમાં કોઈપણ સબ-ઇન્ડેક્સમાં સૌથી ઓછો સ્કોર છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો