• Gujarati News
  • India Irked As China Gets Pakistan's Strategic Gwadar Port

ચારે બાજુથી ભારતને ઘેરી રહ્યું છે ચીન, પાકિસ્તાનની લીધી મદદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાને ગ્વાદર પોર્ટ ચીનને સોંપતા ભારતની ચિંતા વધી, ચીને કહ્યું , સંરક્ષણ સંબંધિત કામ નહીં માત્ર આર્થિ‌ક લાભ ઉઠાવશે

ચીન ભારતને ચોમેરથી ઘેરવાની ફિરાકમાં છે અને તેમાં પાકિસ્તાન ચીનની મદદ કરી રહ્યું છે. પાકિસ્તાને શુક્રવારે ચીનને પોતાના ગ્વાદર પોર્ટ (બંદર)નું નિર્માણ અને વિકાસકાર્યની જવાબદારી સોંપી છે. તેનાથી ભારતની પ‌શ્ચિ‌મી સરહદમાં પણ ચીનની દખલગીરી થઇ ગઇ છે. દેશની પૂર્વ સરહદે ચીને બંગાળના અખાત અને દક્ષિણમાં હિ‌ન્દ મહાસાગરમાં પહેલેથી જ પોતાની ઉપસ્થિતિ નોંધાવી દીધી છે. ઉત્તરમાં પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં પણ ચીન નિર્માણ કાર્યો કરી રહ્યું છે.

આગળ વાંચોઃ ભારતની ચિંતા વધારતા પાંચ મોટા ચીની અડ્ડા...