તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંગાપુરમાં વિદેશ સચિવે કહ્યું, ભારત-ચીનના મતભેદોને વિવાદનું સ્વરૂપ ન અપાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિંગાપુરઃ ભારત અને ચીન વચ્ચે સિક્કિમ નજીક ડોકાલામ વચ્ચે ચાલી રહેલા મડાગાંઠના પગલે, વિદેશ સચિવ એસ. જયશંકરે મંગળવારે જણાવ્યું હતું કે ચીનના વલણનું હાલ મુલ્યાંકન કરવામાં આવી રહ્યું છે, મારા ખ્યાલથી બેઈજિંગે પણ આ અંગે મુલ્યાંકન કર્યું છે. સિંગાપોરમાં ભારત-આસિયાન સંબંધની 25મી વર્ષગાંઠ નિમિત્તે એક નિવેદન આપતાં વિદેશ સચિવ એસ. જયશંકરે કહ્યું કે, ભારત અને ચીન વચ્ચેના મતભેદો વિવાદ ન બને તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
 
વિદેશ સચિવનું સિંગાપુરમાં સંબોધન
 
- આસિયનમાં સંબોધન કરતાં વિદેશ સચિવ એસ.જયશંકરે વધુમાં કહ્યું કે, “ આસિયનના સભ્ય દેશોની સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધો વ્યાપક થઈ રહ્યાં છે. એશિયાઈ દેશોની સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધો વ્યાપક રૂપથી વધી રહ્યાં છે માટે ભારત અને ચીન વચ્ચેના મતભેદોને વિવાદનું સ્વરૂપ ન આપવામાં આવે.”
- એસ.જયશંકરે વધુમાં કહ્યું કે, “અમે બધા એક સાથે નજીકના બે મુખ્ય સત્તાઓના ઉદભવમાં રહેલી જટીલતાથી પરિચિત છીએ.
- આજે, ભારત-ચીન સંબંધો ખરેખર બહુપક્ષીય છે. ગયા મહિને, જ્યારે બે દેશના નેતાઓ મળ્યા, તેઓ બે બિંદુઓ પર સર્વસંમતિ પર પહોંચ્યા. જેમાં એક છે વૈશ્વિક અનિશ્ચિતતાના સમયે, ભારત-ચીન સંબંધો સ્થિરતાના પરિબળ છે.
- વિદેશ સચિવે તેમ પણ કહ્યું કે આ માત્ર ભારત અને ચીન વચ્ચે અંગત મામલો નથી. પરંતુ આ મુદ્દે એશિયા સહિત સમગ્ર વિશ્વ રૂચિ રાખે છે. વૈશ્વિક અનિશ્ચિતતાના સમયમાં ભારત-ચીન વચ્ચેના સંબંધો જ સ્થિરતાનું પ્રતિક છે. 
અન્ય સમાચારો પણ છે...