તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોભાલે કર્યું #SurgicalStrikeનું પ્લાનિંગ, મ્યાંમારની જેમ સમગ્ર ઓપરેશનને કર્યું મોનિટર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ પ્રથમવાર LoC પાર કરીને PoKમાં સર્જિકલ સ્ટ્રાઈકનું પૂરું પ્લાનિંગ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલના નેતૃત્વમાં કરવામાં આવ્યું. ડોભાલે ઈન્ડિયન ઈન્ટેલિજન્સ એજન્સીઓ પાસેથી મળેલા ઈનપુટ આર્મી સાથે શેર કર્યા હતા. બુધવારે રાત્રે સમગ્ર ઓપરેશનની રણનીતિ બનાવીને પેરા કમાન્ડોએ એલઓસી પાર કરી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ બુધવારે રાત્રે એલઓસી પાર કરીને 7 આતંકી ઠેકાણા પર કાર્યવાહી કરી 38 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઓપરેશનને ડોભાલે દિલ્હીથી લીડ કર્યું હતું.
 
મ્યાનમાર સ્ટ્રાઈકમાં પણ ડોભાલનો હતો રોલ
 
- 4 જૂન, 2015ના રોજ મણિપુરના ચંદેલ જિલ્લામાં ઉગ્રવાદીઓએ હુમલો કરીને સેનાના 18 જવાનોનો ભોગ લીધો હતો.
- જે બાદ ઓપરેશનના પ્લાનિંગ માટે ડોભાલે 6 જૂને પ્રધાનમંત્રી સાથે બાંગ્લાદેશ જવાનો પ્રોગ્રામ ટાળી દીધો હતો.
- હુમલા પછી ડોભાલ કેટલાંક દિવસો મણિપુરમાં જ હતા. ત્યાંથી તેઓ ઈન્ટેલિજન્સ તરફથી મળેલા ઈનપુટ્સ પર નજર રાખી રહ્યા હતા.
- આર્મીને ખબર હતી કે ઉગ્રવાદી મ્યાનમાર સરહદે છૂપાઈ ગયા હતા. પેરાકમાન્ડોએ અહીં ઘૂસીને ઉગ્રવાદીઓના બે કેમ્પ નાશ કરીને 100 ઉગ્રવાદીઓનો ખાત્મો બોલાવ્યો હતો.
 
કોણે છે ડોભાલ?
 
- 1968ના કેરલ બેચના આઈપીએસ ઓફિસર અજીત ડોભાલ 6 વર્ષ પાકિસ્તાનમાં અંડરકવર એજન્ટ રહ્યા છે.
-તે પાકિસ્તાનમાં બોલવામાં આવતી ઉર્દૂ સહિત અનેક દેશોની ભાષાઓ જાણે છે.
- એનએસએસ બન્યા બાદ તેઓ તમામ ગુપ્તચર એજન્સીઓના વડાઓ સાથે દિવસમાં 10થી વધુ વખત વાત કરે છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, કોણ છે ડોભાલ અને શું છે તેમની સિદ્ધિઓ
અન્ય સમાચારો પણ છે...