તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંધા બાદ ભારતે પરત લીધી મિયાર હાઇડ્રો પ્રોજેક્ટની ડિઝાઈનઃ પાકિસ્તાન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇસ્લામાબાદ. પાકિસ્તાને બુધવારે કહ્યું છે કે તેમના ઓબ્જેક્શન પર ભારતે હિમાચલ પ્રદેશમાં મિયાર હાઇડ્રો પ્રોજેક્ટની ડિઝાઈન પરત લઈ લીધી છે. ભારત-પાકિસ્તનની વચ્ચે પરમાનેન્ટ ઈન્ડસ વોટર કમીશનની બીજા દિવસની વાતચીતમાં આ સહમતિ બની હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારત કલનાઈ અને પાકુલ દુલ હાઇડ્રો પ્રોજેક્ટ ઉપર પણ ફરથી વિચાર કરવા તૈયાર થઈ ગયું છે.
 
પાકિસ્તાનની વોટર એન્ડ પાવર મિનિસ્ટ્રીના નિવેદનમાં થઈ સ્પષ્ટતા
 
- ન્યૂઝ એજન્સી મુજબ, પાકિસ્તાનની વોટર એન્ડ પાવર મિનિસ્ટ્રીના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મીટિંગમાં ભારતને હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ મિયાર, લોઅર કાલનાઇ અને પાકલ દુલ પર ચર્ચા થઈ.
- આ ઉપરાંત ડેટાની અદલા-બદલી, પ્રવાસ કરવા અને ઇન્ડસ વોટર કમીશનની વચ્ચે મીટિંગ્સ કરવા ઉપર પણ વાતચીત થઈ.
- નિવેદન મુજબ, ભારત-પાકિસ્તાન ઇન્ડસ વોટર કમીશનના ઇન્સ્પેક્શન ટૂર માટે પણ તૈયાર થઈ ગયા છે. તેના કારણે ઓગસ્ટ 2017 પહેલા હોવાની આશા છે.
- જોકે, મિનિસ્ટ્રીએ આ ઇન્સ્પેક્શન વિશે વધુ વિગત નથી આપી.
- આ બેઠકની આગેવાની પાકિસ્તાન તરફથી મિર્જા આસિફ સઈદ બેગ અને ભારત તરફથી ઇન્ડસ વોટર કમીશનના કમિશ્નર પી કે સક્સેના કરી રહ્યા હતા.
 
કલનાઈ અને પાકલ દુલ પ્રોજેક્ટ પર ભારત ફરી વિચાર કરશે - પાક
 
- નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત કલનાઈ અને પાકલ દુલ હાઈડ્રો પ્રોજેક્ટ ઉપર પણ ફરીથી વિચાર કરવા તૈયાર થઈ ગયું છે. તેમના તરફથી આગામી બેઠકમાં તેની પર જવાબ આપવામાં આવશે.
- મિનિસ્ટ્રીએ કહ્યું કે પાકિસ્તાન તરફથી માગ કરવામાં આવી છે કે ભારત પૂર દરમિયાન ચિનાબ નદી પર બનેલા બગિલિહાર અને સાલામ ડેમમાંથી છોડવામાં આવતા પાણી વિશે જાણકારી આપે જેથી પૂર પહેલા વોર્નિંગ જાહેર કરી શકાય. ભારત તેની પર રાજી થઈ ગયું છે.
 
શું છે સિંધુ જળ સંધી?
 
- ભારત-પાકિસ્તાનની વચ્ચે પાણીની વહેંચણી માટે સિંધુ જળ સંધિ (ઇન્ડસ વોટર ટ્રીટી) કરવામાં આવી હતી.
- તેની પર 19 સપ્ટેમ્બર 1960ના રોજ તે સમયના પીએમ જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના પ્રેસિડન્ટ રહેલા અયૂબ ખાને કરાચીમાં સહી કરી હતી.
- જેમાં 6 નદીઓ બ્યાસ, રાવી, સતલજ, સિંધુ, ચિનાબ અને ઝેલમના પાણીની વહેંચણી અને ઉપયોગ કરવાનો હક સામેલ છે. આ સમજૂતી માટે વર્લ્ડ બેન્ક મધ્યસ્થી છે.
- આ સમજૂતી પર તેના કારણે સહી કરવામાં આવી કારણ કે સિંધુ બેસિનની તમામ નદીઓનો સોર્સ ભારતમાં છે (જોકે સિંધુ અને સતલજનું ઉદભવસ્થાન ચીન છે).
- સમજૂતી હેઠળ ભારતને ઇરિગેશન, ટ્રાન્સપોર્ટેશન અને પાવર પ્રોડક્શન માટે આ નદીઓનો ઉપયોગ કરવાની મંજૂરી છે જ્યારે ભારત આ નદીઓ પર પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન માટે ઘણી ઝીણવટભરી શરતો નક્કી કરવામાં આવી.
- પાકિસ્તાનને ડર હતો કે ભારતની સાથે જો યુદ્ધ થાય છે તો તેઓ પાકિસ્તાનમાં દુષ્કાળનો ખતરો ઊભો કરી શકે છે.
 
કમીશનની 113મી મીટિંગ
 
- ઇન્ડસ વોટર કમીશનની આ 113મી મીટિંગ હતી. અગાઉની મીટિંગ 2015માં થઈ હતી.
- જાન્યુઆરી 2016માં પઠાણકોટ આતંકી હુમલા બાદથી બંને દેશોની વચ્ચે તણાવ વધી ગયો હતો. જેના કારણે મીટિંગ તાળી દેવામાં આવી હતી.
- નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને ધમકી આપી હતી કે પાકિસ્તાન તરફ વહેનારા પાણીને રોકી દેશે.
- વર્લ્ડ બેન્કે તેની પર કહ્યું હતું કે બંને દેશ પોતાની વચ્ચે ટકરાવનો જાતે જ ઉકેલ શોધે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, મિયાર પ્રોજેક્ટનો શું વિવાદ હતો? કિશનગંગા મુદ્દે 11 એપ્રિલે મંત્રણા.. પાક.116 પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી ચૂક્યું છે...  
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો