• Gujarati News
  • Independence Day:know Why India Is Called Motherland

ભારતને 'માતા' કેમ કહે છે, 'પિતા' કેમ નહીં, જાણો ઇતિહાસ!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ કન્યાકુમારી સ્થિત ભારત માતાની મૂર્તિ)

નવી દિલ્હીઃ દેશની આઝાદી પહેલા અને ત્યારબાદના વર્ષોમાં પણ આપણે ઘણીવાર 'ભારત માતા કી જય'ના નારાઓ સાંભળતા અને લગાવતા આવ્યા છીએ. પણ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે ભારતને 'માતા' શા માટે કહે છે, 'પિતા' કેમ નહી અને 'ભારત-માતા' શબ્દ ક્યાંથી આવ્યો?
ક્યાંથી આવ્યો 'ભારત માતા' શબ્દ?
પ્રથમ લેખિત પુરાવા 19મી સદીના પ્રસિદ્ધ બાંગ્લા લેખક અને સાહિત્યકાર ભૂદેવ મુખોપાધ્યાયના લખેલા વ્યંગ્યાત્મક - 'ઉનાબિમ્સા પુરાણા' (Unabimsa Purana) અથવા 'ઉન્નીસવેં પુરાણ' (The Nineteenth Purana)માં મળે છે. લેખનું પ્રકાશન વર્ષ 1866માં કરવામાં આવ્યું હતું. આ લેખમાં 'ભારત માતા' માટે 'આદિ-ભારતી' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો
હતો.
ભારતને 'માતા' કેમ કહેવામાં આવ્યું?
ભારતને 'માતા' તરીકે સંબોધિત કરવાનો શ્રેય બંગાળી લેખક કિરણ ચંદ્ર બેનરજીને પણ જાય છે. 1873માં તેમના નાટક ભારત-માતામાં ભારત માટે માતા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.
આઝાદી પહેલા બંગાળમાં દુર્ગા પૂજા લોકોને એકજૂથ કરવા અને સ્વરાજ (આઝાદી) પર ચર્ચા કરવાનું એક માધ્યમ હતું. આ દરમિયાન બંગાળના લેખકો, સાહિત્યકારો અને કવિઓના લેખો અને રચનામાં માં દુર્ગાનો ઉંડો પ્રભાવ રહ્યો અને તેમના દ્વારા લખવામાં આવેલા લેખો, નાટકો અને કવિતાઓમાં પણ ભારતને દુર્ગાની સરખામણીમાં માં અને માતૃભૂમિ કહીને સંબોધિત કરવામાં આવ્યું.
આગળની સ્લાઇડ્સમાં જાણો, કોણે આપ્યા આઝાદીના સૂત્રો, શું છે તેની પાછળની કહાણી અને વાંચો, માતૃભૂમિ અથવા મધરલેન્ડનો શું છે અર્થ...