તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનહાનિ કેસ: કેજરીવાલ પર 3 મહિનામાં બીજીવાર દંડ, HCમાં ન આવ્યો જવાબ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: અરૂણ જેટલી માનહાનિ કેસમાં દિલ્હી હાઇકોર્ટે અરવિંદ કેજરીવાલ પર 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સુનાવણી દરમિયાન કેજરીવાલના વકીલ તરફથી જેટલી માટે બોલવામાં આવેલા અપશબ્દો પર કોર્ટે ત્રણ મહિના પહેલા દિલ્હીના સીએમ પાસે જવાબ માંગ્યો હતો. તેમાં વિલંબ થવા પર બીજીવાર દંડ કરવામાં આવ્યો છે. આ પહેલા 26 જૂલાઇએ પણ તેમના પર 10 હજાર રૂપિયાનો દંડ લાગી ચૂક્યો છે.
 
ખોટું એફિડેવિટ આપવા પર કેસ નોંધાવવાની માંગ
 
- જેટલીના ક્રોસ એક્ઝામિનેશન દરમિયાન કેજરીવાલના વકીલ રામ જેઠમલાનીએ નાણામંત્રી વિરુદ્ધ અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેના પર 23 મેના રોજ કોર્ટે માનહાનિ કેસમાં કેજરીવાલ પાસે જવાબ માંગ્યો હતો.
- જવાબ ન મળવા પર જોઇન્ટ રજિસ્ટ્રાર પંકજ ગુપ્તાએ 26 જૂલાઇના રોજ કેજરીવાલ પર 10 હજારનો દંડ ફટકાર્યો અને 2 અઠવાડિયાની મુદત આપી હતી. આ દરમિયાન હાઇકોર્ટે દિલ્હી સીએમ એ પણ આદેશ આપ્યો કે તેઓ કેસ દરમિયાન જેટલી વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ ન કરે.
- તે પછી કથિત રીતે ખોટું એફિડેવિટ આપવા પર હાઇકોર્ટે કેજરીવાલને નોટિસ મોકલાવી. કોર્ટે તેમની પાસે ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો. જેટલીના વકીલોએ કોર્ટ પાસે દિલ્હી સીએમ વિરુદ્ધ ગુનાઇત કેસ નોંધવાની માંગ કરી.
- જેટલી સાથે જોડાયેલા માનહાનિ કેસમાં કેજરીવાલે કોર્ટને આપેલા એફિડેવિટમાં કહ્યું હતું કે તેમણે રામ જેઠમલાની અને પોતાના વકીલોને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરવા નહોતું કહ્યું. જોકે, કેસ છોડ્યા પછી જેઠમલાનીએ કેજરીવાલના દાવાઓને ખોટા ગણાવ્યા અને એક લેટરની કોપી જેટલીને મોકલીને સત્ય જણાવ્યું.
 
વકીલે પોતાની તરફથી અપશબ્દો કહ્યા: કેજરીવાલ
 
- 22 મેના રોજ દિલ્હી હાઇકોર્ટમાં ક્રોસ એક્ઝામિનેશન દરમિયાન 93 વર્ષના જેઠમલાનીએ જેટલીને સવાલો કર્યા હતા, તે દરમિયાન તેમણે જેટલી માટે ધૂર્ત જેવા અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો.
- સુનાવણી દરમિયાન સતત અપમાનજનક શબ્દોના ઉપયોગને લઇને જેટલીના વકીલે માંગ કરી કે જેઠમલાની અને કેજરીવાલને પૂછવામાં આવે તે જેટલી માટે અપમાનજનક શબ્દો કેમ બોલવામાં આવી રહ્યા છે?
- તે પછી કોર્ટે કેજરીવાલને જવાબ આપવાનો આદેશ કર્યો. તેમાં વિલંબ થવા પર 10 હજારનો દંડ કર્યો. સાથે જ ઓર્ડર આપ્યા કે સુનાવણી દરમિયાન જેટલી વિરુદ્ધ ખોટા શબ્દોનો ઉપયોગ ન કરો.
- કેજરીવાલે એફિડેવિટમાં જણાવ્યું હતું કે વકીલે પોતાના તરફથી અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેમણે એવી સલાહ આપી ન હતી. આ બાબતથી જેઠમલાની નારાજ થઇ ગયા અને પોતાને કેસથી અલગ કરી લીધા.
 
જેઠમલાનીએ પત્રમાં કર્યો હતો ખુલાસો
 
- માનહાનિ કેસ છોડ્યા પછી સિનિયર વકીલ જેઠમલાનીએ કેજરીવાલ પર જૂઠ્ઠું બોલવાનો આરોપ લગાવ્યો. જેઠમલાનીએ પોતાના બ્લોગ પર કેજરીવાલને લખેલા પત્રની કોપી અપલોડ કરી હતી.
- તેમાં તેમણે ખુલાસો કર્યો હતો, “કેજરીવાલે નાણામંત્રી માટે ‘ધૂર્ત’ થી પણ ખરાબ શબ્દનો પ્રયોગ કર્યો હતો. જ્યારે અરૂણ જેટલીએ પહેલીવાર માનહાનિ કેસ ફાઇલ કર્યો તો તમે મારી સર્વિસ લીધી. તમે પૂછ્યું હતું કે કેટલીવાર ધૂર્તથી પણ ખરાબ શબ્દનો પ્રયોગ કર્યો. તમે અનેકવાર મને કહ્યું કે કંઇપણ થઇ જાય આ (અપશબ્દ)ને પાઠ ભણાવવાનો છે.”
- “કેસ છોડવાનું મોટું કારણ કેજરીવાલનું જૂઠ્ઠું બોલવાનું છે. તેઓ કોર્ટમાં જઇને કહી આવ્યા કે મેં વકીલને કોઇ નિર્દેશ આપ્યા ન હતા. સત્ય એ છે કે તેમણે એવું કર્યું હતું, મારી પાસે તેનો પુરાવો છે. હું તેનાથી નિરાશ નથી. જેટલું કરી શકતો હતો, કર્યું. તે ફી નહીં આપે તોપણ ચાલશે. મેં ઘણા લોકોના કેસ ફ્રીમાં લડ્યા છે.”
- જેઠમલાનીએ કેજરીવાલને લખેલા પત્રની કોપી જેટલીને પણ મોકલી હતી. તે પહેલા ફી પર વિવાદ થયો ત્યારે જેઠમલાનીએ કેજરીવાલનો કેસ ફ્રીમાં લડવાની વાત કહી હતી.
 
જેટલીએ કરેલો માનહાનિનો કેસ
 
- DDCAમાં કથિત સ્કેમનો દાવો કરીને અરવિંદ કેજરીવાલ, રાઘવ ચઢ્ઢા, કુમાર વિશ્વાસ, આશુતોષ, સંજય સિંહ અને દીપક બાજપેયીએ જેટલી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. આ બાબતે જેટલીએ આપના 5 નેતાઓ વિરુદ્ધ પટિયાલા હાઉસ કોર્ટમાં ક્રિમિનલ અને હાઇકોર્ટમાં સિવિલ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...