IAFના 83 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર મહિલાઓ બનશે ફાઈટર પાઈલોટ્સ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ડેસ્ક: ફ્લાઈંગ કેડેટ્સ ભાવના કાંત, અવની ચતુર્વેદી અને મોહના સિંહે શનિવારે ઈન્ડિયન એરફોર્સના ઈતિહાસમાં સફળતાનું એક નવું પ્રકરણ ઉમેરી દીધું છે. શનિવારનો દિવસ એરફોર્સના 83 વર્ષના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. એરફોર્સમાં કમીશનિંગ સાથે આ પ્રથમ વુમન પાયલોટ્સ બની ગઈ છે, જે ફાઈટર જેટ્સ ઉડાડશે. શનિવારે સવારે હૈદરાબાદના હકીમપેટમાં તેમની પાસિંગ આઉટ પરેડ થઈ હતી. આ પરેડમાં ડિફેન્સ મિનિસ્ટર પણ હાજર રહ્યા હતા.
 
કોણ છે આ ત્રણ મહિલા પાયલોટ્સ ?
 
- આ ત્રણ મહિલા પાયલોટ્સમાં ભાવના કામથ, અવનિ ચતુર્વેદી તથા મોહના સિંહનો સમાવેશ થાય છે. 
- ભાવના કામથ બિહારના દરભંગાના છે. તેમના પિતા IOCL (ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ)માં એન્જિનિયર છે, જ્યારે માતા ગૃહિણી છે. 
- અવનિ ચતુર્વેદી મધ્યપ્રદેશના સતનાના છે. તેમના પિતા રાજ્ય સરકારમાં એન્જિનિયર છે. જ્યારે માતા ગૃહિણી છે. 
- મોહના સિંહ રાજસ્થાનના ઝૂનઝૂનુના છે. તેના પિતા એરફોર્સમાં છે. દાદા પણ એરફોર્સમાં હતા. મોહનાના માતા શિક્ષિકા છે. 

ત્રણ તબક્કામાં ટ્રેનિંગ

- પ્રથમ તબક્કામાં આ મહિલાઓએ બેઝિક પાઈલોટ ટ્રેનિંગ હાંસલ કરી હતી. 
- હાલમાં તેમની કિરણ એરક્રાફ્ટ પર બીજા સ્ટેજની ટ્રેનિંગ ચાલી રહી છે. 
- શનિવારે ત્રણેય મહિલાઓની પાસિંગ આઉટ પરેડ થઈ હતી.
- ત્રીજા તબક્કામાં આ મહિલાઓ 145 કલાક હોક (HAWK) વિમાનની ટ્રેનિંગ પૂર્ણ કરશે. 

ત્રણેય મહિલા પાઈલોટ્સ, તેમના ફ્લાઈંંગ અનુભવ અને શૈક્ષણિક લાયકાત અંગે જાણવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો...
અન્ય સમાચારો પણ છે...