અહીંયા રેતીમાં આળોટે છે લોકો, ભરીને લઈ જાય છે સાથે, જાણો કેમ કરે છે આમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મથુરા. ગોકુલના રમણ રેતી મંદિર પરિસરમાં દરેક તરફ રેતી જ છે. જે પણ કૃષ્ણ ભક્ત અહીંયા આવે છે તે રેતીમાં આળોટ્યા વગર રહી શકતાં નથી. ફાગણ માસમાં અહીંયા ભક્તોની ભીડ વધી જાય છે. માન્યતા છે કે ભગવાન કૃષ્ણએ બાળ રૂપમાં આ રેતી પર લીલાઓ કરી હતી. આ રેતીથી બીમારી દૂર થઈ જતી હોવાનું પણ માનવામાં આવે છે.
 
- રમણ રેતી મંદિરના સંત સુભાવના તિતરાનંદે જણાવ્યું, ભગવાન કૃષ્ણની બાલ્યાવસ્થામાં મંદિરના બદલે જંગલ હતું. આ જગ્યા પર રમણ બિહારી(કૃષ્ણ) રમતા હતા.
- એક વખત જ્યારે રમણ બિહારી રમી રહ્યા હતા ત્યારે ગોપીઓએ તેમનો દડો ચોરી લીધો. ત્યારે તેમણે રેતીમાંથી દડો બનાવી દીધો.
- ભક્તો માને છે કે અહીંયાની રેતીને ઘુટણ તથા સાંધા પર રાખવાથી દર્દ દૂર થઈ જાય છે.
- પવિત્ર માટીથી લોકો પણ પવિત્ર થઈ જતાં હોવાથી અહીંયા આવીને આળોટે છે.
 
રેતીનો છે અનોખો મહિમા
 
- રેતીનો દડો બનાવી એક બીજાને મારવાથી પુણ્ય મળે છે. તમામ દુઃખ દૂર થઈ જાય છે.
- અહીંયાની રેતીને લોકો ઘરે પણ લઈ જાય છે. માન્યતા છે કે તેનાથી પોતાનું ઘર બનાવવાની ઈચ્છા પૂરી થાય છે.
- મંદિરની રેતીમાં લોકો ઉઘાડા પગે ચાલે છે. રેતીમાં કાંકરા ન હોવાથી ઉઘાડા પગે ચાલવામાં કોઈ તકલીફ પડતી નથી.
- આ રેતીને પૂજનીય માનવામાં આવે છે. લોકો આ રેતીને તેમની સાથે પણ લઈ જાય છે.
- અહીંયા સંત આત્માનંદ ગિરી આવ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણએ તેમને સાક્ષાત દર્શન આપ્યા હતા તેથી આ સ્થાન સિદ્ધ સ્થાન માનવામાં આવે છે.
 
બીમારી દૂર કરવા પગ તથા શરીર પર રેતી લગાવે છે ભક્તો
 
- પુણેથી આવેલા ત્રિલોક ચંદ શર્માએ જણાવ્યું કે તેમના ઘૂંટણાં દર્દ રહે છે. તે તેમના મિત્રો સાથે અહીંયા આવ્યા છે.
- રેતને પગમાં લગાવીને એક કલાક ત્રિલોક ચંદ બેસી રહ્યા. તેમણે કહ્યું કે, ગત વર્ષે આમ કરવાથી તેમના પગનું દર્દ દૂર થઈ ગયું.
- ઈન્દોરના રજની તિવારી પરિવાર સાથે મંદિરમાં આવ્યા. તેમણે રેતીથી ઘર બનાવ્યું. તેમણે કહ્યું તેનાથી ઘરની ઈચ્છા પૂરી થઈ જશે.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, માટીમાં કેવી રીતે આળેટે છે લોકો...