તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • If The Name Is Not In The List Will Also House BPL: Ramesh

BPL યાદીમાં નામ ન હોય તો પણ ઘર મળશે: રમેશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એપ્રિલ ૧, ૨૦૧૪થી યોજનાનો અમલ: બિહારમાં ગ્રામીણ સડકોના વિકાસ માટે કેન્દ્રનું રૂપિયા ૪,૧૩૦નું પેકેજ

ઈન્દિરા આવાસ માટે હવે બીપીએલ યાદીમાં નામ હોવું જરૂરી નથી. દરેક બેઘર અને કાચું મકાન ધરાવતી વ્યક્તિને કેન્દ્ર સરકાર ઈન્દિરા આવાસ ફાળવશે. નવી યોજના એપ્રિલ ૧, ૨૦૧૪થી લાગુ પડશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશે આ જાહેરાત શનિવારે પટનામાં કરી હતી. રમેશે વડાપ્રધાન ગ્રામ સડક યોજના હેઠળ બિહારને રૂપિયા ૪,૧૩૦ કરોડ ફાળવવાની પણ જાહેરાત કરી છે. આ રકમમાંથી ૫૬૮૩ કિલોમીટર લંબાઈની કુલ ૨૪૦૦ સડક અને ૧૮૯ પુલ બનશે.

બિહારના કોંગ્રેસ હેડક્વાર્ટર સદાકત આશ્રમમાં પત્રકારો સાથેની વાતચીતમાં રમેશે કહ્યું કે બીપીએલ યાદીમાં નામ હોવા છતાં ઈન્દિરા આવાસ નહીં મળવાની ફરિયાદોને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે. રમેશે કહ્યું કે છેલ્લાં ૧૨ વર્ષમાં ગ્રામીણ વિકાસ વિભાગ તરફથી બિહાર માટે મંજુર કરાયેલી આ સૌથી મોટી રકમ છે. રમેશ મુખ્ય મંત્રી નીતીશ કુમારને પણ મળ્યા હતા.

- સામાજિક સુરક્ષા બજેટનું કદ ૨૫ હજાર કરોડ

જયરામ રમેશે કહ્યું કે તેમણે વડાપ્રધાનને સામાજિક સુરક્ષા પેન્શન યોજનામાં સુધારા માટેની ત્રણ દરખાસ્તો કરી છે. જેમાં પેન્શન વધારીને મહિને રૂપિયા ૫૦૦ કરવું, ૪૦ને બદલે ૧૮ વર્ષથી વધુ વયની વિધવાઓ અને એકલી રહેતી મહિલાઓને પેન્શન આપવું તેમજ ૮૦ને સ્થાને ૪૦ ટકા વિકલાંગતા ધરાવતા અને ૨૦ વર્ષને સ્થાને કોઈ પણ વયના વિકલાંગને પેન્શન આપવાનો પ્રસ્તાવ છે. તેમણે કહ્યું કે આ પ્રસ્તાવોને કેબિનેટની મંજુરી પછી સામાજિક સુરક્ષા પેન્શન પર વાર્ષિક રૂપિયા ૧૦ હજાર કરોડને બદલે રૂપિયા ૨૫ હજાર કરોડ ખર્ચ થશે.