તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિહારઃ નીતિશનાં ખાસ પ્રશાંત કિશોરની દખલગીરીથી નાખુશ IASએ માંગી સ્વૈચ્છિક નિવૃત્તિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પટણાઃ નીતિશ કુમારનાં સલાહકાર પ્રશાંત કિશોરની કથિત દખલગીરીથી નાખુશ એક આઈએએસ ઓફિસરે વીઆરએસ(સ્વૈચ્છિક નિવૃત્તિ)ની માંગણી કરી છે. સૂત્રો પ્રમાણે, 1983 બેચનાં આઈએએસ સુધીર કુમારા રાકેશ ઉપરાંત અન્ય આઈએએસ ઓફિસરો એવા છે જેઓએ એડમિનિસ્ટ્રેશનમાં પ્રશાંત કિશોરની વધતી દખલગીરીથી નાખુશ છે. 31 ઓગસ્ટ સુધી માંગી છે વીઆરએસ...
- સુધીર રાકેશ હાલ સિવિલ એડમિનિસ્ટ્રેશન અને રૂરલ ડેવલપમેન્ટ મિશનનાં ડિરેક્ટર છે. પંચાયત રાજ વિભાગનાં પ્રિન્સિપલ સેક્રેટરીનો પણ તેમની પાસે એડિશનલ ચાર્જ છે.
- 23 ફેબ્રુઆરીએ લખવામાં આવેલી એપ્લિકેશનમાં સુધીરે 31 ઓગસ્ટ સુધી વીઆરએસ આપવાની માંગ કરી છે.
પ્રશાંત કિશોર અને અતીશ ચંદ્રાથી નાખુશ છે સુધીર

- વીઆરએસ માગનાર સુધીર પ્રશાંત અને અતીશ ચંદ્રાને ધ્યાન અને તેમની દખલગીરીથી નાખુશ જણાવવામાં આવે છે.
- ખાસ વાત એ છે કે, અતીશ ચંદ્રા તો સુધિરથી જૂનિયર છે.
- નોંધનીય છે કે, બિહાર ડેવલપમેન્ટ મિશન પ્રોગ્રામને પ્રશાંત કિશોર જ જોઈ રહ્યા છે.
- આ વિભાગનાં તમામ ઓફિસરો પ્રશાંતને જ રિપોર્ટ કરે છે.
- સૂત્રો પ્રમાણે સીએમ નીતિશ પોતે ઈચ્છે છે કે, આ મિશનનું મોનિટરિંગ પ્રશાંત કરે.
કોણ છે પ્રશાંત કિશોર?

- 37 વર્ષીય પ્રશાંત કિશોર યૂનાઈટેડ નેશન્સનાં હેલ્થ વર્કર છે. 2011માં તેઓ ભારત પરત આવ્યા અને રાજકીય પક્ષોનાં ઈલેક્શન કેમ્પેઈન સંભાળવા લાગ્યા અને સ્ટ્રેટેજી બનાવવા લાગ્યા.
- કહેવાય છે કે, તેઓ બિહારથી નજીક યુપીનાં બલિયા જિલ્લાનાં રહેવાસી છે.
- તેઓએ બીજેપી અને નરેન્દ્ર મોદીની સાથે મળીને ગુજરાતમાં કેમ્પેઈન શરૂ કર્યું.
- 2012માં તેઓએ ગુજરાત વિધાનસભા ઈલેક્શનમાં નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવા માટે કેમ્પેઈનની કમાન પોતાના હાથમાં લીધી. તે દરમિયાનમાં પ્રશાંત મોદીની સાથે ગુજરાતનાં સીએમ હાઉસમાં રહેતો હતો.
- 2014નાં લોકસભા ઈલેક્શનમાં પ્રશાંત મોદીનાં મુખ્ય રણનીતિકારમાંથી એક છે.
- ગત બિહાર વિધાનસભા ઈલેક્શનમાં પ્રશાંતે જ નીતિશ અને જેડીયૂનું કેમ્પેઈન સંભાળ્યું હતું.
- બાદમાં બિહાર સરકારે પ્રશાંત કિશોરને સીએમનો સલાહકાર તરીકે પસંદ કર્યો. તેમને કેબિનેટ મિનિસ્ટરનો દરજ્જો મળ્યો છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...