તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ લેડી IASને જોઈએ છે ગુડ લુકિંગ અને ફ્લુઅન્ટ ઈંગ્લિશ બોલતો ડ્રાઈવર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનઉ: યુપીની એક લેડી આઈએએસ ઓફિસર માટે ફ્લુઅન્ટ ઈંગ્લિશ બોલી શકે તેવો ડ્રાઈવર શોધવામાં પરિવહન વિભાગના ઓફિસરોને પરસેવો છૂટી રહ્યો છે. આઈએએસની માગણી હતી કે પરિવહન વિભાગ આખા રાજ્યના ડ્રાઈવરોમાંથી સૌથી સારુ ઈંગ્લિશ બોલતો અને ગુડ લુકિંગ ડ્રાઈવર શોધી લાવે.
 
50થી વધારે ડ્રાઈવરોના થયા ઈન્ટરવ્યું

- સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, પરિવહન વિભાગની પ્રમુખ સચિવ આરાધના શુક્લાને ગુડ લુકિંગ અને ઈંગ્લિશ બોલી શકે તેવો ડ્રાઈવર જોઈએ છે. તે માટે આખા રાજ્યમાંથી ડ્રાઈવરોના બાયોડેટા મંગાવવામાં આવ્યા હતા અને તેમના ઈન્ટરવ્યું લેવામાં આવ્યા હતા.
- પ્રમુખ સચિવની ડિમાન્ડ હોવાથી ઈન્ટરવ્યુંમા સામેલ થનાર ડ્રાઈવરોની પરખ પણ કરવામાં આવી હતી. તે વાત પર ધ્યાન આપવામાં આવ્યું હતું કે, ડ્રાઈવર ગુડ મોર્નિંગ અને ગુડ ઈવનિંગ બોલી શકે છે કે નહીં, પર્સનાલિટીમાં ગુડ લુકિંગ છે કે નહીં. તેની ચાલવાની સ્ટાઈલ, પર્સનાલિટી અને કપડાં પહેરવાની સ્ટાઈલ પણ નોટિસ કરવામાં આવી હતી. એવુ પણ જોવામાં આવ્યું હતું કે, ડ્રાઈવર લખનઉનો હોવો જોઈએ જેથી તેને પણ કોઈ મુશ્કેલી ન થાય.
- ઈન્ટરવ્યુંમાં સામેલ 50 જેટલા ડ્રાઈવરોને નહતી ખબર કે તેમને કેમ બોલાવવામાં આવ્યા છે. 
- પરિવહન વિભાગના પ્રવક્તાએ વીકે મૌર્યએ જણાવ્યું છે કે, પ્રમુખ સચિવના ત્યાં 2 ડ્રાઈવર મોકલવાના હતા, તેથી આ ડ્રાઈવરોને ઈન્ટરવ્યું માટે બોલાવવામાં આવ્યા હતા.
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સમગ્ર રાજ્યમાંથી આવેલા ડ્રાઈવરોમાંથી 6ની પસંદગી કરવામાં આવી છે. તેમના બાયોડેટા પ્રમુખ સચિવ પાસે મોકલી દેવામાં આવ્યા છે. પ્રમુખ સચિવ 6માંથી કોઈ પણ બે ડ્રાઈવરની પસંદગી કરશે.
 
આ કારણથી પણ ચર્ચામાં આવી છે આ IAS

- આઈએએસ આરાધના શુક્લા ભારતીય પ્રશાસનિક સેવા (આઈએએસ)માં ટોપર રહ્યા છે અને એનઆરએચએમ કૌભાંડના આરોપી પ્રદીપ શુક્લાના પત્ની પણ છે. એનઆરએચએમ કૌભાંડમાં પ્રદીપ શુક્લા મુખ્ય આરોપી હોવાથી તેમને જેલ પણ જવુ પડ્યું હતું.
- નોયડા ઓથોરિટીમાં આરાધના શુક્લાના ઓએસડીના પર તૈનાત થતી વખતે તેવી ચર્ચા સાંભળવા મળી હતી કે તેમના સરકારી બંગલામાં 25 એસી લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારી બંગલાની સુંદરતા વધારવા માટે રૂ. 37 લાખનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે તેમની પાસે 13 ગાડીઓનો કાફલો હોય છે.
- આ પહેલાં પણ તેઓ સરકારમાં યુપી જમીન સુધાર નિગમમાં ડિરેક્ટર તરીકે રહી ચૂક્યા છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ વધુ તસવીરો
 
અન્ય સમાચારો પણ છે...