સૂટ- બૂટ વાળી સરકારને હેપી બર્થ ડે : રાહુલ ગાંધી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોદી સરકારની વર્ષગાંઠે કોંગ્રેસનું રિપોર્ટકાર્ડ

નવી દિલ્હી / કોઝીકોડૉ:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે એક વર્ષ પૂરું કર્યું છે. કોંગ્રેસે આ સમયે તૂટેલાં સપનાં, મોટીમોટી વાતો કરનાર અને ધ્વસ્ત થયેલાં વચનો આપનારી સરકાર કહી છે.પક્ષના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ પક્ષ તરફથી ઔપચારિક રીતે સૂટ બૂટવાળી સરકારને હેપી બર્થ ડે કહું છું. કોંગ્રેસે દિલ્હીમાં મોદી સરકારનું રિપોર્ટકાર્ડ જાહેર કર્યું હતું.
કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે આ સમયગાળામાં દેશમાં નથી રોકાણ આવ્યું કે ના યુવાનોને રોજગારી મળી છે. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ઉદ્યોગ ઠપ પડ્યા છે. મોંઘવારી રોકવામાં અને કાળુંનાણુ પાછું લાવવામાં સરકાર નિષ્ફળ ગઇ છે. પક્ષના નેતા ગુલામનબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, રણદીપસિંહ સુરજેવાલ અને આર.પી.એન.સિંઘે રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું.
કેરળના કોઝીકોડ ખાતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ સૂટબૂટવાળી સરકાર છે. પીએમને વસ્ત્રો પસંદ છે. તેમને ફેશન આઇકોન કહેવામાં આવે છે. તે સારું છે પરંતુ મોટા ભાગના લોકોને તે પસંદ ના આવ્યું કે તેમના વડાપ્રધાન 10 લાખ રૂપિયાનો સૂટ પહેરે. તેમણે ગરીબો તરફ સંવેદનહીનતા દર્શાવી છે.
અન્ય સમાચારો પણ છે...